GujaratAhmedabad

જાહેર શૌચાલયોમાં પોસ્ટરો લગાવીને ગંદુ કરનાર લોકો ચેતી જજો, કેમ કે તમને મળી શકે છે તેની મોટી સજા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદની સ્વચ્છ બનાવવાનું બીડું ઉઠાવવામાં આવ્યું છે. અમદાવાદ ની છબી બગાડનાર લોકો સામે સખ્ત કાર્યવાહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધરવામાં આવી છે. એએમસીએ જાહેર શૌચાલયને પોસ્ટરો લગાવીને ગંદા કરતા લોકો સામે દંડ ઉઘરાવવાનું શરુ કરવામાં આવ્યું છે. જ્યારે આજની બાબત કંઇક એવી જ છે.

ખાડિયામાં AMC ના જાહેર પેશાબખાનામાં પોસ્ટર લગાવી ગંદકી ફેલાવનાર અશોકભાઈ વ્યાસ નામના વ્યક્તિ પાસેથી 7,500 દંડ વસૂલવામાં આવ્યો છે. તેની સાથે જ એએમસી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હવેથી આ રીતે ગંદકી ફેલાવનાર પાસેથી દંડ લેવામાં આવશે તેનું બધા ખાસ ધ્યાન રાખજો.

તેની સાથે અમદાવાદમાં જાહેરમાં ગંદકી ફેલાવનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. કારણ કે હવેથી અમદાવાદમાં જાહેરમાં ગંદકી કરનાર દુકાનદારો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદના રસ્તાઓ પર સફાઈ માટે અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી છે. ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદની સોસાયટીની બહાર કચરો હશે તો આજથી 10 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. તેના માટે એક ઝુંબેશ પણ ચલાવવામાં આવશે. તેના માટે 30-30 સભ્યોની 100 ટીમ પણ બનાવવામાં આવી છે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના! દેશના આ મોટા નેતાની કાર ને ટ્રકે ટક્કર મારી, જાણૉ કેવી છે હાલત

આ પણ વાંચો: બોટાદના PSI ને હાર્ટ અટેક આવતા અવસાન, પોલીસ બેડામાં શોકનો માહોલ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બ્રહ્માસ્ત્ર પાઈલટ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે, તેના હેઠળ શહેરના 80 લાખ લોકો પર સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે. આ સિવાય શહેરના તમામ વિસ્તારમાં કેમેરા પણ લગાવવામાં આવશે. જેમાં ટ્રાફિકનાં નિયમોને તોડનારાને ઈ-મેમો આપીને દંડની કાર્યવાહી સખ્ત બનાવવામાં આવશે. અમદાવાદમાં 200 સ્થળો ઉપર હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવાશે અને ટ્રાફિકના નિયમોને તોડનારાને ઈ-મેમો આપીને દંડની કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય ઈ-મેમો આપતા 2142 હાઈ રિઝોલ્યુશન કેમેરા પણ લગાવવામાં આવશે. તેના માટે મ્યુનીસ વાઈફાઈ સ્પોટ, સ્ટ્રીટ લાઈનનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે.