health

પેશાબની તમામ બીમારી દૂર કરવા રસોડામાં જોવા મળતી આ વસ્તુનો ઉપયોગ કરો, દવા વગર મફતમાં તૈયાર થઈ જશો…

નમસ્કાર મિત્રો,આપણે વાત કરીએ તો અમુકવાર ઘણા લોકોના મોઢે સાંભળીએ છીએ કે મને પેશાબમાં બળતરા થાય છે,પેશાબ કરતા દુખાવો થાય છે,વારંવાર પેશાબ જવું પડે,આવી પેશાબની બધી બીમારી કઈ રીતે દૂર કરવી આ માટેની ઉપયોગી માહિતી જાણીશું.

અમારી આ માહિતી પસંદ આવે તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરજો,જેથી તેમણે પણ ઉપયોગી બને.તો ચાલો વિગતે જાણીએ.પેશાબની બીમારી લાંબો સમય રહે તો કિડની માટે નુકસાનકારક છે.સૌથી પહેલા જોઈએ તો દિવસ દરમિયાન જેમ બને તેમ પાણી વધુ પીવું જોઈએ.પેશાબની બીમારી દૂર કરવા દરેકના રસોડામાં આ વસ્તુ રહેલી હોય છે,જે વાતથી તમે અજાણ હશો.

આ ઉપાય તમે અઠવાડિયા સુધી કરશો તો પણ ખૂબ જ રાહત મળે છે.આ ઔષધિ એટ્લે ધાણાનો પાવડર.ધાણાને સૂકવી તમે મિક્ચરમાં દળી પાવડર બનાવી શકો છો.આ પાવડર ફક્ત પેશાબની બીમારીઓ માટે જ નહીં પરંતુ શરીર માટે ધાણાનો પાવડર ખૂબ જ કામનો છે.

જે લોકોને પેશાબની બીમારી છે તેઓએ સૌથી પહેલા રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણીમાં એકાદ ચમચી જેટલો ધાણાનો પાવડર ઉમેરો,બંનેને સારી રીતે મિક્સ કરી ગ્લાસને ઢાંકી દો. બીજા દિવસે સવારે નરણા કોઠે આ પાણી ગાળીને ધીમે ધીમે પી જાઓ.આ પ્રયોગ નિયમિત કરશો તો પેશાબની બીમારીઓ તો દૂર થઈ જ જશે પરંતુ શરીર માટે પણ ખૂબ જ ઉપયોગી છે.

નોંધ : જો તમને વધુ તકલીફ હોય તો પહેલા યોગ્ય ડોક્ટરની સલાહ જરૂર લો,આ માહિતી અમે ઇન્ટરનેટના માધ્યમથી તમારી જોડે શેર કરી છે.