લગ્નના એક મહિનામાં સુરતની ફિઝિયોથેરાપિસ્ટે કરી આત્મહત્યા, કારણ જાણીને થઈ જશો ચકિત

સુરત શહેરમાં આત્મહત્યાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરના પાલનપુર વિસ્તારમાં રહેનાર ફિઝિયોથેરાપિસ્ટ યુવતીની તાપી નદીમાંથી લાશ મળી આવતા ચકચાર મચી ગયો હતો. ઘટના અંગે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે, યુવતી દ્વારા તાપીમાં છલાંગ લગાવી આત્મહત્યા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ યુવતીના 27 દિવસ અગાઉ લગ્ન થયા હતા. તાપીમાં મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી લેતા અનેક સવાલો ઉભા થયા છે. ફિઝિયોથેરાપિસ્ટ યુવતીના અકાળે મોત નીપજતા પરિવારમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના પાલનપુર પાટિયામાં આવેલી શ્રી રંગ સોસાયટીમાં રહેનાર 25 વર્ષીય હેમાંગી પટેલ વ્યવસાયથી ફિઝિયોથેરાપિસ્ટ હતી. હેમાંગી પટેલના 27 દિવસ અગાઉ ડેરિક સાથે લગ્ન કર્યા હતા. ડેરિક ઓનલાઇનના બિઝનેસ સાથે સંકળાયેલ હતો. લગ્નના 27 દિવસમાં યુવતી કેમ આવું પગલું ભર્યું તેને લઈને એક અનેક સવાલો ઉભા થયા છે.
હેમાંગી પટેલ ગઈકાલના એટલે કે મંગળવારના નોકરીએ જવાનું કહીને તે ઘરેથી નીકળી ગઈ હતી. ત્યાર બાદ હેમાંગી પરત આવી જ નહોતી. ત્યાર બાદ કોઈ જાણ ન થતા પરિવાર હેમાંગીની તપાસમાં લાગી ગયો હતો. ઘણી શોધખોળ બાદ પણ હેમાંગીની કોઈ જાણ મળી નહોતી અને બુધવારના હેમાંગીની હનુમાન ટેકરી પાસે તાપી નદીમાંથી યુવતીની લાશ મળી આવી હતી.
ઘટનાની જાણ થતા સિંગણપોર પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી. ગઈકાલ બપોરના સમયે હેમાંગી ઘરેથી નોકરી પર જવા માટે નીકળી ગઈ હતી. ત્યારબાદ હેમાંગી કલીનીક પર પહોચી ન હતી, કલીનીક પરથી ફોન પણ કરવામાં આવ્યો હતો કે, હેમાંગી કેમ કલીનીક પર આવી નહોતી.
કલીનીકથી ફોન આવતા જ પરિવારજનો દ્વારા હેમાંગીની શોધખોળ શરુ કરવામાં આવી હતી. લાંબી શોધખોળ બાદ કોઈ જાણકારી ના મળતા પરિવાર દ્વારા તેરાંદેર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.