healthInternationalNews

ચમત્કાર ‘ભૂંડ’નું હ્ર્દય લગાવવામાં આવ્યું માનવીના શરીરમાં, જાણો શું કહેવું છે દર્દીનું

મેડિકલ સાયન્સ એ લોકો માટે હવે સારા સમાચાર લઈને આવ્યા છે જે લોકો હ્ર્દયના દર્દી છે. જેમને પણ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૂરત છે તેમની માટે હવે સારા સમાચાર આવ્યા છે. હમણાં સુધી એક માનવીના હૃદયની જગ્યાએ માનવીનું જ હ્ર્દય ટ્રાન્સપ્લાન્ટ કરી શકાતું હતું. પણ સતત પ્રેક્ટિસ અને અવનવી રિસર્ચને લીધે હવે અમેરિકામાં ડોકટરોએ માનવીના હાર્ટની જગ્યાએ સુઅર એટલે કે ભૂંડનું હાર્ટ લગાવ્યું છે. આ પ્રક્રિયા સફળ રહી છે.

અંગદાનની અછતને દૂર કરવામાં આ પ્રક્રિયા ઘણી મદદરૂપ સાબિત થઈ શકે છે. અમેરિકાના આ ડોક્ટરોએ ડુક્કરનું હૃદય કેવી રીતે ટ્રાન્સપ્લાન્ટ કર્યું તે તમને આગળ જણાવશે. અમેરિકન ડોકટરોએ આનુવંશિક રીતે સંશોધિત ડુક્કરનું હૃદય સફળતાપૂર્વક માનવમાં ટ્રાન્સપ્લાન્ટ કરીને આ મોટી સફળતા હાંસલ કરી છે. યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સ્કૂલે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે આ ‘ઐતિહાસિક’ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ શુક્રવારે કરવામાં આવ્યું હતું.

તેમનું એવું પણ કહેવું છે કે આ ટ્રાન્સપ્લાન્ટ પછી દર્દીના દુઃખ કે દર્દનું નિવારણ કઈ હદ સુધી થયું છે હમણાં કશું કહી શકાતું નથી. આની માટે હજી થોડો સમય રાહ જોવી પડશે. પણ જો આ પ્રક્રિયા સફળ રહી તો આ એક ખરેખર બહુ ઉમદા અને સરાહનીય કામ રહેશે. હવે જાણીએ એ વિષે કે જે વ્યક્તિના શરીરમાં આ ભૂંડનું હાર્ટ લગાવવા આવ્યું છે.

ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, મેરીલેન્ડના રહેવાસી 57 વર્ષીય ડેવિડ બેનેટને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૂર હતી. પરંતુ તેઓ એક સાથે ઘણી ગંભીર બીમારીઓથી પીડિત હતા, જે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે યોગ્ય નહોતા. પરંતુ તેની તબિયત બગડતી હોવાથી તેનો જીવ બચાવવા નિર્ણય લેવો પડ્યો હતો. આખરે ડૉક્ટરોએ ડેવિડના શરીરમાં ડુક્કરનું હૃદય મૂકવાનું નક્કી કર્યું અને તેનું સફળ ટ્રાન્સપ્લાન્ટ થયું. આગળ જણાવશો, ટ્રાન્સપ્લાન્ટ પછી ડેવિટની હાલત કેવી છે?

એવું કહેવામાં આવી રહ્યું છે કે સફળ ટ્રાન્સપ્લાન્ટ પછી ડેવિડ બેનેટ હવે સ્વસ્થ થઈ રહ્યા છે. યુએસ ડોકટરો/સર્જન તેના શરીરમાં નવા અંગ કેવી રીતે કામ કરી રહ્યા છે તેના પર નજર રાખી રહ્યા છે. તેની કાળજીપૂર્વક તપાસ અને દેખરેખ કરવામાં આવી રહી છે. ખરેખર, ડેવિડ છેલ્લા ઘણા મહિનાઓથી પથારીમાં પડ્યો છે. તે હાર્ટ-લંગ બાયપાસ મશીન પર છે.

ડેવિડ કહે છે કે, ‘મારી પાસે ફક્ત બે વિકલ્પ હતા, મારી જવું અથવા તો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવું. મેં જીવવાનું સિલેક્ટ કર્યું. ટ્રાન્સપ્લાન્ટ એ અંધારામાં તીર લગાવવા જેવું હતું પણ આ મારો છેલ્લો વિકલ્પ હતો. હમણાં સારું થઈને હું પથારીમાંથી બહાર આવવા માટે ઉત્સુક છું.

ડોકટરોના જણાવ્યા અનુસાર, અમે આ ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયામાં સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યા છીએ. અમે આશાવાદી છીએ કે વિશ્વની પ્રથમ આવી સર્જરી ભવિષ્યમાં દર્દીઓ માટે એક મહત્વપૂર્ણ નવો વિકલ્પ પ્રદાન કરશે. સત્તાવાર આંકડાઓ અનુસાર, લગભગ 110,000 અમેરિકનો હાલમાં અંગ પ્રત્યારોપણની રાહ જોઈ રહ્યા છે, જેમાં દર વર્ષે લગભગ 6,000 લોકો અંગ નિષ્ફળતાથી મૃત્યુ પામે છે.