Ajab Gajab

પિતાએ દીકરીને એક ભેટ આપી અને કીધું, ભૂખ લાગે તો ખાઈ લેજે, તરસ લાગે તો પી લેજે, અને ઠંડી લાગે તો સળગાવી લેજે, બતાવો એ ભેટ શું હશે,

નમસ્કાર મિત્રો,આજે આપણે અવનવા મજેદાર ઉખાણા અને કોયડા વાંચીશું. ૧. A નો ભાઈ B છે, B ની મા C છે, C નો ભાઈ D છે, તો બતાવો D અને A વચ્ચે શું સંબંધ હશે ? જવાબ : મામા-ભાણેજ ૨. શર્ટ-પેન્ટની કુલ કિંમત ૪૦૦ રૂપિયા છે,જો પેન્ટની કિંમત શર્ટની કિંમત કરતા ૧૦૦ રૂપિયા વધુ હોય તો બતાવો માત્ર શર્ટની કિંમત કેટલી હશે ? જવાબ : ૧૫૦ રૂપિયા ( પેન્ટની કિંમત ૨૫૦ રૂપિયા જ્યારે શર્ટની કિંમત ૧૫૦ રૂપિયા )

૩. એક છોકરીને બધાએ તેનું નામ પૂછ્યું, તેણીએ જવાબ તો ન આપ્યો પણ બોર્ડમાં ૧૨.૦૧.૨૦૦૧ તારીખ લખી, તો છોકરીનુ નામ શું હશે ? જવાબ : છોકરીનુ નામ લતા છે,( બારમો લેટર L, ૦૧ નો મતલબ લેટર A, ૨૦ મો લેટર T છે,જ્યારે ૦૧ નો માત્લ્બ A એટ્લે નામ થાય છે લતા )

૪. એવી કઈ વસ્તુ છે જેને બનાવવાવાળો ખરીદી શકતો નથી,ખરીદવા વાળો વાપરી શકતો નથી અને વાપરવાવાળો જોઈ શકતો નથી, જવાબ : કફન

૫. આ બધા અક્ષરોને એવી રીતે ગોઠવો કે જેથી એક રોમેન્ટીક શબ્દ બની જાય, Y, T, A, M, R, H, E
જવાબ : MY HEART

૬. એવું શું છે જે પર્વત કરતા પણ વજનદાર છે તો પણ હવામાં લટકે છે, સમુદ્ર કરતા મોટું છે તો પણ પાણીમાં તરી શકે છે,
જવાબ : આકાશ

૭. પિતાએ દીકરીને એક ભેટ આપી અને કીધું, ભૂખ લાગે તો ખાઈ લેજે, તરસ લાગે તો પી લેજે, અને ઠંડી લાગે તો સળગાવી લેજે, બતાવો એ ભેટ શું હશે, જવાબ : શ્રીફળ જો તમને આવા અવનવા કોયડા પસંદ આવ્યા હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.