India

લાલ કિલ્લા પરથી PM મોદીએ કર્યું મોટું એલાન, બે કરોડ લખપતિ દીદી બનાવવાનું સપનું છે મારું…

77માં સ્વતંત્રતા દિવસ પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ લાલ કિલ્લા પરથી પોતાનું સંબોધન નવી રીતે કર્યું. આ વખતે તેમણે મારા વ્હાલા ભાઈ-બહેનો, દેશવાસીઓ કે મિત્રોને પરંપરાગત શૈલીથી અલગ નવી શૈલીમાં સંબોધ્યા. તેમણે આ વખતે તેમના ભાષણની શરૂઆત “મારા પ્રિય 140 કરોડ પરિવારના સભ્યો” થી કરી હતી. તેમના સમગ્ર ભાષણ દરમિયાન નરેન્દ્ર મોદી દેશની જનતાને પરિવજન તરીકે સંબોધતા રહ્યા.

સ્ત્રીઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું.. આવતા વર્ષે યોજાનારી 2024ની લોકસભા ચૂંટણી પહેલા લાલ કિલ્લા પરથી તેમનું છેલ્લું ભાષણ આપતા પીએમ મોદીએ તેમનું મોટાભાગનું સંબોધન મહિલાઓને સમર્પિત કર્યું હતું. દેશમાં સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓને સંબોધતા તેમણે કહ્યું કે આજે સમગ્ર ભારતમાં 10 કરોડ મહિલાઓ સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી છે. “મારું સપનું બસ આપણા દેશમાં બે કરોડ કરોડપતિ દીદી બનાવવાનું છે”.

આ પણ વાંચો: અમદાવાદમાં વૃદ્ધ માતાની હત્યા બાદ પુત્રએ એસિડ પી કર્યો આપઘાતનો પ્રયાસ

આ પણ વાંચો: મંગળવારે આ ઉપાય કરવાથી હનુમાનજી દરેક મનોકામના પૂર્ણ કરશે

વડાપ્રધાને મહિલાઓ અને દીકરીઓની સુરક્ષાની પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે દેશમાં ક્યાંય પણ અમારી દીકરીઓ પર અત્યાચાર ન થાય તે સુનિશ્ચિત કરવાની દરેકની જવાબદારી છે.

આ પણ વાંચો: શનિદેવ કેટલો સમય કુંભ રાશિમાં રહેશે? આગામી અઢી વર્ષ સુધી આ લોકોની મુશ્કેલીમાં વધારો કરશે

લાલ કિલ્લા પરથી 10મી વખત રાષ્ટ્રને સંબોધિત કરી રહેલા વડાપ્રધાને વિશ્વના આર્થિક નિષ્ણાતોને ટાંકીને કહ્યું કે ભારત હવે અટકવાનું નથી. તમામ રેટિંગ એજન્સીઓ ભારતની પ્રશંસા કરી રહી છે. દેશ સતત આગળ વધી રહ્યો છે.

વહેલી સવારે, X (Twitter) પર, વડા પ્રધાને તમામ દેશવાસીઓને 77માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવા સાથે, તેમણે તેમના સ્વપ્નને સાકાર કરવાના તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો.