IndiaPolitics

‘હું વિઝા વગર જ પાકિસ્તાન ગયો હતો” પીએમ મોદીએ એક રસપ્રદ કહાની સંભળાવી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીવી ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં અનેક વાતો કહી છે. પોતાના દેશમાં આતંકવાદીઓની ટાર્ગેટેડ કિલિંગ પાછળ ભારતનો હાથ હોવાના પાકિસ્તાનના આરોપ પર મોદીએ જવાબ આપ્યો, “આ મુદ્દો નથી. હું જાણું છું કે પાકિસ્તાનના લોકો પરેશાન છે, પરંતુ હું તેમની પરેશાનીનું કારણ છું. હું પણ તે જાણું છું. ત્યાંના લોકો રડે છે તે સમજી શકાય છે, પરંતુ અહીંના લોકો કેમ રડે છે તે મને સમજાતું નથી.”

ઉદાહરણ તરીકે પીએમ મોદીએ કહ્યુ “પરંતુ તે દુઃખની વાત છે કે મારા પોતાના દેશની એક જવાબદાર પાર્ટીના વ્યક્તિએ કહ્યું કે કસાબે 26/11ના હુમલામાં આપણા દેશના લોકોને માર્યા નથી, પરંતુ આપણા દેશવાસીઓએ પોતાના લોકોને માર્યા છે. એક પક્ષ જે વર્ષો સુધી સત્તામાં રહ્યો. તે પક્ષ 26/11ના સમયે સત્તામાં હતો. અને જ્યારે તેમના તરફથી આવું નિવેદન આવે છે ત્યારે ઘણું દુઃખ થાય છે. આવો નેતા પાકિસ્તાન અને અજમલ કસાબની તરફેણમાં નિવેદન કેવી રીતે આપી શકે? જ્યારે પણ હું આવી ટિપ્પણીઓ સાંભળું છું ત્યારે મારું માથું શરમથી ઝૂકી જાય છે.

મણિશંકર ઐયરની ટિપ્પણી મુજબ ભારતે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ કારણ કે તેની પાસે પરમાણુ બોમ્બ છે, પીએમ મોદીએ રમૂજી રીતે જવાબ આપ્યો કે હું પોતે લાહોર ગયો છું અને તપાસ કરી આવ્યો છું. હું કોઈપણ સુરક્ષા તપાસ વિના લાહોરમાં ઉતર્યો. ત્યાં એક રિપોર્ટર રિપોર્ટિંગ કરી રહ્યો હતો… અને કહેવા લાગ્યો કે વિઝા વગર પાકિસ્તાનમાં કઈ રીતે આવી ગયા. મેં કહ્યું, એક સમયે આ મારો દેશ હતો…”

શિવસેના (UBT)ના નેતાનું અનુમાન છે કે મોદી ચૂંટણી પહેલા અયોધ્યામાં રામ મંદિરમાં ભક્તોને ટ્રેન દ્વારા મોકલી શકે છે અને પાકિસ્તાન તે ટ્રેનને ઉડાવી શકે છે, જેનાથી રમખાણો થઈ શકે છે અને મોદી માટે ચૂંટણી જીતવી સરળ બનશે. આ માટે પીએમ મોદી જવાબ આપ્યો કે શા માટે પત્રકારો જઈને તે નેતાને પૂછતા નથી કે તેઓ દવા કેમ લેતા નથી કે મેડિકલ ચેકઅપ કેમ કરાવતા નથી? શું કોઈ ટ્રેનમાં વિસ્ફોટ થયો ? શું રમખાણો થયા? તેમણે પોતાની જાતને માનસિક બીમારીની તપાસ કરાવવી જોઈએ?”