Corona VirusIndia

17 મે પછી લોકડાઉનનું શુ થશે? જાણો PM મોદીની મહત્વની બેઠક વિશે…

લોકડાઉન ભાગ -3 પછી શું થશે તેના પર આજે સ્પષ્ટ સંકેતો મળી જશે. થોડા સમય પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. બેઠકમાં, તમામ મુખ્યમંત્રીઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પોતાનો અભિપ્રાય આપશે. લોકડાઉનનાં ભવિષ્યમાં મુખ્યમંત્રીઓનો પ્રતિસાદ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. બેઠક બે સત્રમાં યોજાશે. પ્રથમ સત્ર બપોરે 3 થી સાંજના 5:30 સુધી ચાલશે. બીજુ સત્ર સાંજના છ વાગ્યે શરૂ થશે અને બેઠકનું નિષ્કર્ષ ના આવે ત્યાં સુધી ચાલુ રહેશે.

બેઠક અંગે પ્રાપ્ત માહિતી અનુસાર શરૂઆત આંધ્રપ્રદેશના સીએમથી થશે. ત્યારબાદ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી અને ત્રીજા નંબરે પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી પોતાની વાત રજૂ કરશે. આ પછી તમિલનાડુના સીએમ પલાનીસામી, છત્તીસગઢના ભુપેશ બઘેલ અને પછી ગુજરાતના વિજય રૂપાણીનો નંબર આવશે.

વિજય રૂપાણી, તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર પીએમ મોદીની સામે પોતાનું ભાષણ રજૂ કરશે. તેમના પછી, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવત, પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહ અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે પીએમ મોદીને પોતપોતાના રાજ્યોની પરિસ્થિતિ વિશે માહિતી આપશે. આ પછી, બાકીના મુખ્યમંત્રી તેમની વાત રાખશે. યુપીના સીએમ યોગી આદિત્યનાથથી લઈને શિવરાજસિંહ ચૌહાણ અને નીતીશ કુમાર પણ પીએમ મોદીને પરિસ્થિતિ વિશે માહિતી આપશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકડાઉનમાં રાહતની માંગ કરી દીધી છે. કેજરીવાલનું કહેવું છે કે લોકડાઉનથી આર્થિક સ્થિતિ બગડી છે. આવી સ્થિતિમાં દિલ્હી ખોલવું જરૂરી છે. તેમનું કહેવું છે કે, જો લોકડાઉન ખોલવામાં મામલાઓ વધે, તો પણ દિલ્હીની સજ્જતા તેની સાથે કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. કેજરીવાલે સ્પષ્ટ કહ્યું છે કે હવે આપણે કોરોનાથી સાથે રહેવું પડશે.

નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે લીંબડી-રાજકોટ હાઇવે પર પોલીસવાનને નડ્યો અકસ્માત વાસ્તુના આ ઉપાયોથી મળશે દેવાના બોજમાંથી મુક્તિ ગુજરાતના ધારાસભ્યો માટે બની રહ્યા છે લક્ઝુરિયસ ફ્લેટ રાજદીપસિંહ સહિત 3 લોકોના આગોતરા જામીન રદ