થાઈલેન્ડમાં ફરવા નહી પણ મજા કરવા ગયેલા 80 ભારતીયોને પોલીસે પકડ્યા, અડધી રાત્રે દરોડા પાડ્યા
Thailand news : 80 ભારતીયો જુગાર રમવા માટે થાઈલેન્ડ (Thailand) પહોંચ્યા હતા. પરંતુ પોલીસે મધરાતે ત્યાંની એક હોટલમાં દરોડો પાડી જુગાર રમવાના આરોપસર તમામની ધરપકડ કરી હતી. આ 80 ભારતીયોની થાઈલેન્ડના પટ્ટાયામાં જુગારના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે સોમવારે પટાયાની એક લક્ઝરી હોટલમાં જુગાર રમવાની જાણ થઈ હતી. આ દરમિયાન પાડવામાં આવેલા દરોડામાં 80 ભારતીય જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ વડા મેજર જનરલ કેમ્પોલ લીલાપ્રપોર્ને જણાવ્યું હતું કે બેંગ લામુંગ જિલ્લામાં ટેમ્બોન નોંગ પ્રુમાં સ્થિત એશિયા પટ્ટાયા હોટેલ પર મધ્યરાત્રિની આસપાસ દરોડો પાડવામાં આવ્યો હતો. 27 એપ્રિલથી 1 મે સુધી આ હોટલમાં ઘણા ભારતીય નાગરિકોએ રૂમ બુક કર્યા હોવાની બાતમી મળ્યા બાદ દરોડો પાડવામાં આવ્યો હતો. તેણે જુગાર રમવા માટે સેમ્પાઓ નામનો મીટિંગ રૂમ પણ ભાડે રાખ્યો હતો.
આ પણ વાંચો:CMD રાજેન્દ્ર ગુપ્તા પર CBIનો દરોડો, એટલા પૈસા મળ્યા કે જોઇને અધિકારીઓ ના હોંશ ઉડી ગયા
જ્યારે પોલીસ મધ્યરાત્રિએ હોટેલ પર પહોંચી, ત્યારે તેમને મોટી સંખ્યામાં જુગારીઓ સાંપાઈઓમાં બક્કારા અને બ્લેકજેક રમતા જોવા મળ્યા. પોલીસને જોઈને તેણે ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ ફાયદો થયો નહીં. પોલીસે 93 લોકોની અટકાયત કરી હતી. જેમાંથી 83 ભારતીય, છ થાઈ અને ચાર મ્યાનમારના નાગરિકો છે. ધરપકડ કરાયેલા 93માંથી 80 ભારતીય જુગારીઓ હતા જ્યારે અન્ય રમતગમતના આયોજકો અને સ્ટાફ હતા.