GujaratNavsariSouth Gujarat

લગ્નની લાલચ આપીને હિન્દૂ યુવતી સાથે દુષ્કર્મ આચરી હત્યાના આરોપી સાથે લગ્ન કરાવનાર વિધર્મી યુવકની પોલીસે કરી ધરપકડ

રાજ્યમાં સતત લવજેહાદના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે નવસારી જિલ્લાના ખેરગામ માં એક ચોંકાવનારો કિસ્સો સેમ3 આવ્યો છે. જ્યાં વિધર્મી યુવકે હિન્દુ યુવતીને લગ્નની લાલચ આપી અને પછી તેની સાથે દુષ્કર્મ આચરીને કેસમાં ના ફસાઈ જાય તે માટે થઈને યુવતીના લગ્ન અન્ય હિન્દુ યુવક સાથે કરાવી દીધા હતા. ત્યારે યુવતીના પરિવારજનોએ આ આ સમગ્ર મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે મદદ માંગતા તેમણે તપાસના આદેશ આપ્યા હતા. જેને પગલે પોલીસે આરોપી વિધર્મી યુવકની ધરપકડ કરી લીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારી જિલ્લાના ખેરગામ ખાતે વસવાટ કરતી એક હિન્દુ યુવતીને લગ્નની લાલચ આપીને ખેરગામના જ એક વિધર્મી બુટલેગર અસિમ નિઝામ શેખે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. અને બાદમાં તે લવ જેહાદના કેસમાં ફસાઈ ના જાય તે માટે થઈને તેણે તેના મિત્ર અને બિલીમોરા ખાતે થયેલ હત્યાના આરોપી એવા રોનક પટેલ સાથે યુવતીના જબરજસ્તીથી લગ્ન કરાવી નાખ્યા હતા. ત્યારે યુવતીએ આ સમગ્ર મામલે ખેરગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ખેરગામ પોલીસે અસિમ શેખ અને તેના મિત્ર રોનક પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ માટે નવસારી જિલ્લા પોલીસ વડાએ પોલીસ ટીમ બનાવી તપાસ આદરી હતી.

નોંધનીય છે કે, યુવતીની ફરિયાદના આધારે પોલીસે આ મામલે તપાસ આદરી હતી. જો કે, તપાસ આગળ ના વધતા યુવતીના પરિવારજનોએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ની મદદ માંગી હતી. ત્યારે હર્ષ સંઘવીએ આ સમગ્ર મામલે તપાસના આદેશ આપતા પોલીસ એક્શનમાં આવી હતી. અને ગણતરીના દિવસોમાં જ મુંબઇ ખાતેથી મુખ્ય આરોપી એવા વિધર્મી અસિમ નિઝામ શેખને પોલીસે ઝડપી પાડ્યો હતો. તેમજ આરોપી રોનક પટેલ ની શોધખોળ હાલ ચાલી રહી છે.

તમને જણાવી દઈએ કે, હાલ તો આ સમગ્ર મામલે આરોપીના 13 જુલાઈ સુધી રિમાન્ડ મંજુર થયા છે. ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.