GujaratCrimeMadhya Gujarat

“બાપજી” નામથી જાણીતા ભૂવા રવિરાજ રાઠોડની પોલીસે કરી ધરપકડ, ગંભીર ગુનામાં સંડોવાયેલો હતો

ગુજરાતમાં ભૂવાઓની માયાજાળમાં ફસાઈ જનારા અનેક લોકો છેતરાયાં છે ત્યારે વડોદરાના ડેસર પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશીષ અને લૂંટના ગુનામાં સંડોવાયેલો એક ભૂવો પોલીસના હાથે પકડાયો છે. તે સાવલીમાં તાંત્રિક વિધિ માટે જતો હતો અને પેરોલ ફર્લો સ્કવોર્ડે ફિલ્મી ઢબે તેને પકડી પાડ્યો હતો. ભૂવાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં 2 લાખથી પણ વધુ ફોલોઅર્સ છે.

વડોદરાના ડેસર પોલીસ સ્ટેશનમાં 27 નવેમ્બર 2022ના રોજ હત્યાની કોશીષ અને લૂંટનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં આરોપી રવિરાજ રાઠોડ અન્ય આરપીઓની મદદથી ફરિયાદી સંદીપ રમેશભાઈ જેસડીયાની કારનો પીછો કર્યો હતો.કાર રોકી ડંડા વડે કારના કાચ તોડી નાખ્યા હતાં. ફરિયાદી પર તલવાર વડે હુમલો પણ કર્યો હતો અને ફરિયાદીનો મોબાઈલ, સોનાની ચેઇન સહિતની વસ્તુઓ લૂંટી લીધી હતી.

આ વોન્ટેડ આરોપીને પોલીસે આણંદથી ઝડપી લીધો છે. આરોપી ભૂવો 15 મહિનાથી ફરાર હતો. આરોપી ભૂવો રવિરાજ રાઠોડ એટલે કે બાપજી સાવલીમાં તાંત્રિક વિધિ માટે જવાનો હોવાની માહિતી મળતા જ પેરોલ ફર્લો સ્કવોર્ડે પીછો કર્યો હતો. ભૂવો સોશિયલ મીડિયામાં જાણીતો છે તેણે તેના ઇન્સ્ટાગ્રામ પેજમાં સ્મશાનમાં તાંત્રિક વિધિ કરતા તેમજ માતાજી મૂર્તિ આગળ દારૂની બોટલો સાથેના ફોટો પણ મૂક્યા છે.