South GujaratGujaratValsad

મહારાષ્ટ્રમાં હત્યા કરી ૨૯ વર્ષથી પારડી તાલુકાના આસમાં ગામમાં રહેતો આરોપી પોલીસે ઝડપ્યો

લોકસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખતા વલસાડ જિલ્લા SP ડો. કરનરાજ વાઘેલા દ્વારા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા સ્પેશિયલ ડ્રાઈવનું શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં પારડી PI જી આર ગઢવી ના નેતૃત્વમાં પેટ્રોલિંગ કરતી પારડી પોલીસ ની ટીમને જાણકારીના આધારે આસ્મા ગામમાં ચેક કરવામાં આવતા 29 વર્ષ પહેલાં મહારાષ્ટ્રના સફાલે પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાના ગુના નો આરોપી પારડી પોલીસ દ્વારા પાડવામાં આવ્યો હતો. જયારે તે છેલ્લા ૨૯ વર્ષથી ફરાર રહેલો હતો.

તમને જણાવી દઈએ કે, લોકસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખતા વલસાડ જિલ્લા SP ડો. કરનરાજ વાઘેલા દ્વારા અન્ય રાજ્યોમાં ગુનાઓ આચરી વલસાડ જિલ્લામાં છુપાયેલા આરોપીઓને ઝડપી પાડવા વલસાડ જિલ્લામાં સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. એવામાં વલસાડ જિલ્લાની પારડી પોલીસ મથકના પી. આઈ. જી. આર. ગઢવી ની ટીમ પેટ્રોલિંગમાં રહેલી હતી તે સમયે બાતમીના આધારે 29 વર્ષથી નાસ્તો ફરતો હત્યાનો આરોપી ને આસમા ગામેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

પારડી તાલુકાના આસમા ગામમાં રહેનાર હરીશ બાબુભાઈ નાયકા ઘરે હાજર હોવાની જાણકારી મળતા તાત્કાલિક પારડી પોલીસ ની ટીમ સ્થળ પર દોડી આવી હતી. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના સફાલે પોલીસ સ્ટેશનમાં કલમ 302 હત્યા અને કલમ 324 ના ગુનામાં વર્ષ 1995 થી વોન્ટેડ આરોપી હરીશ બાબુભાઈ નાયકા રહી રહ્યો છે. આસમા ગામથી પારડી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી દ્વારા 1995 માં પાલઘરના સફાલે માં પૈસા ની લેતી-દેતી માં હત્યા કરવામાં આવી હતી. આરોપીને સફાલે પોલીસ સ્ટેશન માં સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.