ભરૂચ-અંકલેશ્વર રોડ પર થયેલી લૂંટમાં પોલીસે ફરિયાદીની જ કરી ધરપકડ, જાણો શુ છે સમગ્ર મામલો?
ગઈકાલે સાંજના સમયે અંકલેશ્વર અને ભરૂચના રોડ પર 45 લાખ રૂપિયાની લૂંટની ઘટના બની હતી. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા ગણતરીના કલાકોમાં જ પોલીસે આ લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો હતો. અને ફરિયાદી બનેલા આરોપીને ઝડપી પાડીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં વસવાટ કરતા ભરત મણીલાલ પટેલ તેમની મહેન્દ્રભાઈ સોમાભાઇ પટેલની ભરૂચ ખાતે આવેલી આંગડીયા પેઢીમાંથી 45 લાખ રૂપિયા રોકડા થેલામાં ભરીને પોતાની એક્ટીવા મારફતે અંક્લેશ્વર પરત આવવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન ભૂત મામાની ડેરી નજીક બાઇક પર સવાર થઈને આવેલા અજાણ્યા ઈસમોએ ફરિયાદીની ગાડી ઉભી રખાવીને 45 લાખ રૂપિયાની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતાં. ત્યારે મણીલાલ પટેલે આ મામલે અંકલેશ્વર શહેર બી-ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, ફરીયાદીએ જણાવેલ વિગતો આનુસાત પોલીસર સમગ્ર રૂટ પરના સી.સી.ટીવી કેમેરાના વીડિયો ફુટેજ ચેક કર્યા હતા. બારીકાઇથી તપાસ્યા હતા. પરંતુ તેમાં લૂંટ કરનારા લોકો દેખાયા નહતા. જો કે, પોલીસે આ મામલે વધુ સવાલ જવાબ કરતા ફરિયાદી ભાંગી પડ્યો અને હુનો કબૂલાત કરતા જણાવ્યું કે મેં મારી લોન ભરવા માટે થઈને આ ગુનાને અંજામ આપ્યો હતો.
તમને જણાવી દઈએ કે, હાલ તો આ સમગ્ર મામલે પોલીસે ફરીયાદી બનીને આવેલા આરોપીને જ ઝડપી પાડ્યો છે. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.