GujaratSouth GujaratSurat

દુબઈથી સોનું લઈને સુરત આવતી ગેંગને પોલીસે ઝડપી પાડી

એરપોર્ટ પરથી દાણચોરીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે સુરત એરપોર્ટ પરથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ગેરકાયદેસર રીતે દુબઈથી કેટલાક શખ્સો સોનુ લઈને આવ્યા હતા. ત્યારે એસઓજી પોલીસે દાણચોરી કરનાર તમામ યુવકોને ઝડપી પાડ્યા છે. અને હાલ તેઓ આ સોનાને ક્યાં લઈ જઈ ફહ્યા હતા તે મામલે તપાસ હાથ ધરી છે.

સુરતના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલના જણાવ્યા અનુસાર, SOG પોલોસે ચાર ઇસમોની સુરત એરપોર્ટ એરપોર્ટ ખાતેથી 7.158 કિલો સોના સાથે ધરપકડ કરી છે. આ સોનાની કિંમત 4.29 કરોડ રૂપિયાથી પણ વધુ છે. દુબઇથી દાણ ચોરી કરીને આ તમામ શખ્સો ભારતમાં સોનું લાવતા હતા. ચારે શખ્સોમા એકનું નામ ફેનિલ માવાણી, બીજાનું નામ નીરવ દાવરીયા, ત્રીજાનું નામ ઉમેશ લાલો દાવરીયા તેમજ ચોથાનું નામ સાવન રાખોલીયા છે. બે દિવસ પહેલા ચારેય શખ્સોની ડુમસ રોડના એસકે નગર ચોકડી ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે વધુમાં જણાવ્યું કે, પૂછપરછમાં આરોપીઓએ ગુનાનો કબૂલાત કરીને કહ્યું હતું કે જે સોનુ લાવે તેને 25 હજાર રૂપિયાયા આપવામાં આવતા હતા. તેઓ પેસ્ટ સ્વરૂપમાં લવાતા સોનાને અંડર ગારમેન્ટમાં લાવીને દાણચોરી કરતા હતા. આ શખ્સો જેટલું સોનુ લઈને આવ્યા છે તેટલી માત્રામાં સોનુ લાવવામાં આવે તો 36 ટકા જેટલી કસ્ટમ ડ્યુટી ભરવી પડતી હોય છે.

તમને જણાવી દઈએ કે, હાલ તો પોલીસર આ ઘટનામાં સામેલ ચારેય શખ્સોની ધરપકડ કરી લીધી છે. અને તેમની પાસેથી 4.3 કરોડ રૂપિયાનું સોનુ પણ કબજે કરી લીધું છે. હવે પોલીસ એરપોર્ટમાં લગાવેલ તમામ સીસીટીવી કેમેરા ચકાસીને તપાસ કરશે કે આરોપીઓ આ કાર્ય કેટલા સમયથી આ રીતે દાણચોરી કરી રહ્યા છે. અને તે લોકો આ સોનાને ક્યાં સપ્લાય કરતા હતા. આમ પોલીસ સક્રિયતાથી આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.