CrimeCrimeGujaratNewsSouth GujaratSurat

સુરત કોર્ટની નજીક થયેલ હત્યાના આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા

Surat : રાજ્યમાં હત્યાઓના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં કોર્ટમાં તારીખ ભરવા આવેલા એક યુવકને કોર્ટની નજીકના વિસ્તારમાં જ બે શખ્સોએ છરીના ઘા કરીને પતાવી દેવાની ઘટના સામે આવી છે. ત્યારે આ હત્યા પછી સોશિયલ મીડિયા પર ભાઈની હત્યાને લઈને એક પોસ્ટ કરવામાં આવી હતી. હાલ તો પોલીસ દ્વારા આ સમગ્ર મામલે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયઓ હતો. ત્યારે આ ગુનામાં તારીખ ભરવા માટે સુરજ યાદવ નામનો શખ્સ સુરત કોર્ટમાં આવ્યો હતો. ત્યાર પછી તે પોતાની બાઈક પર જ્યારે જઈ રહ્યો હતો ત્યારે અચાનક જ બે અજાણ્યા શખ્સોએ સૂરજ પર છરીના 15થી17 પ્રાણઘાતક હુમલા કર્યા હતા. આ ઘટનામાં સૂરજને ખૂબ જ ગંભીર ઇજાઓ પહોંચી હોવાના કારણે તેનું મોત નિપજ્યું હતું. સૂરજની હત્યા પછી કરણ રાજપુતે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે હમને અપને ભાઈ દુર્ગેશ યાદવ કા બદલા લે લીયા હૈ, કોર્ટ કે બહાર, ખૂને કે બદલે ખૂન.

તમને જણાવી દઈએ કે, આ ઘટનાને પગલે સૂરજના મૃતદેહને પોલીસે સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. બીજી બાજુ, ઉમરા પોલીસ આ સમગ્ર મામલે ઘટના સ્થળ પર પહોંચી હતી. ત્યાર પછી સુરત ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મીઓ પણ તત્કાલિક અસરથી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. તેમજ DCP, ACP અને પીઆઇ સહિતના અધિકારીઓએ પણ ઘટના સ્થળની વિઝીટ કરી હતી. હાલ તો આ હત્યાના બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.