GujaratSouth Gujarat

ભાવનગરના તળાજા હાઈવે પર ટેન્કર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલક પોલીસ કર્મચારીનું મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત અમદાવાદ ભાવનગર તળાજા હાઈવે પર બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ભાવનગર તળાજા હાઈવે કોબડી ટોલ નાકા પાસે ટ્રક અને બાઇકની વચ્ચે અકસ્માત સર્જાતા બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર કોન્સ્ટેબલનું ઘટના સ્થળ પર મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઈને સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા. ઘટનાની જાણકારી મળતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, ભાવનગર સોમનાથ હાઇવે પર કોબડી ટોલનાકા પાસે ટેન્કર ચાલક દ્વારા બાઈક પર જઈ રહેલા પોલીસ કર્મચારીઓને અડફેટે લેવામાં આવ્યા હતા. તેના લીધે બાઈક ચાલકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

ઘટનાને લઈને જાણકારી મળતા મુજબ, બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર પોલીસ કોન્સ્ટેબલ કાનુભાઈ ભગુભાઈ કામળિયા નું મૃત્યુ નીપજ્યું છે. તે બગદાણા જે પોતાની ફરજ દરમ્યાન પોલીસ વિભાગની ટપાલ આપવા અને નવી પોલીસ બાઈકને સર્વિસમાં આપવા માટે બાઈક લઈને ભાવનગર તરફ જઈ રહ્યા હતા. તે સમયે તળાજા રોડ પર કોબડી પાસે ટેન્કર ટ્રક ચાલક દ્વારા અડફેટે લેવામાં આવતા તેમને ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટનાસ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાને લઈને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. આ સાથે ઘટનાની જાણકારી મળતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ નજીકની હોસ્પિટલમાં ખસેડવાની સાથે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ કર્મચારીનું વાહન અકસ્માતમાં અવસાન થતા પોલીસ બેડામાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.