Gujarat

પ્રમુખસ્વામી નગરથી સામે આવ્યો અનોખો કિસ્સો, વિધવા માતાએ એવું તો શું કર્યું કે પ્રમુખ સ્વામી પણ પ્રસન્ન થયા

અમદાવાદમાં શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે અમદાવાદના રિંગ રોડ પણ ઓગણજ-ભાડજ પાસે 600 એકરની વિશાળ ભૂમિમાં મહોત્સવ સ્થળ પ્રમુખસ્વામી મહારાજ નગર વિકસાવવામાં આવ્યું છે. જ્યારે નગરની મુલાકાતે લાખોની સંખ્યામાં હરિભક્તો મુલાકાતે આવી રહ્યા છે. એવામાં આજે પ્રમુખસ્વામી નગરથી એક ખુબજ અનોખી ઘટના સામે આવી છે.

એક વિધવા માતા દ્વારા પોતાનો એકનો એક દીકરો પ્રમુખસ્વામી મહારાજને અર્પણ કરી દેવામાં આવ્યો છે. દીકરો પરિવારનો એકના એક સહારો રહેલો હતો તો પણ વિધવા માતા દ્વારા દીકરાને સંત બનવા માટે પરવાનગી આપી દેવામાં આવી છે. મરકંધ ભગતના માતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તને પહેલાથી જ ભકતીમાં ખુબ રસ હતો અમારો પરિવાર છેલ્લા ૩૧ વર્ષથી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલ છે. જયારે તેની કોલેજ પતિ ત્યારે તે દરરોજ મંદિરે પણ જતો હતો.

ત્યાં તેની મુલાકાત સંતો સાથે થતી અને સંતોનું જીવન અને પ્રમુખસ્વામી મહારાજના જીવનથી ખુબ જ પ્રભાવિત થઇને તેમને પણ અમને જણાવ્યું કે, માટે દીક્ષા લઈને સંત બનવું છે અને સંત બનીને જ મારે મારુ આગળનું જીવન પસાર કરવું છે.

વિધવા માતાનું પરિવારમાં કોઈ નહોતું, દીકરો જ એકલો માતાનો સહારો રહેલો હતો. તો પણ માતા દ્વારા હિંમત રાખવામાં આવી અને દીકરાને સંત બનવા માટે રજા આપી દેવામાં આવી હતી. અને માહટન સ્વામીના હાથે દીક્ષા લઈને આજે તે સંયમના માર્ગે ચાલવા લાગ્યો છે. આજે માતાને દીકરા પર ખુબ જ ગર્વ છે, કારણ કે આવી હિંમત બધી માતામાં હોતી નથી કે, એકના એક દીકરાને આવી રીતે ભકતી માટે આપી દેવો પ્રમુખસ્વામી મહારાજ પણ તેને આશીર્વાદ આપશે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે