IndiaPolitics

‘દેશનો હિંદુ ખતરામાં છે, હનુમાન ચાલીસા કેન્દ્ર બનાવીને તેમને જગાવીશું’, જાણો પ્રવિણ તોગડિયાએ બીજું શું કહ્યું

ઇન્ટરનેશનલ હિંદુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયા (Pravin Togadia) મધ્યપ્રદેશના આદિવાસી જિલ્લા ડિંડોરી પહોંચ્યા અને કહ્યું કે હિંદુઓ જોખમમાં છે,તેથી અમે દેશભરમાં હનુમાન ચાલીસા (hanuman chalisa) કેન્દ્રો સ્થાપીને તેમને જગાડવાનું કામ કરીશું. તોગડિયા (Pravin Togadia)એ દરેક ગામમાં સાપ્તાહિક હનુમાન ચાલીસાનો આગ્રહ કર્યો. આ સિવાય તોગડિયાએ ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ને લઈને પણ નિવેદન આપ્યું હતું.

Pravin Togadia એ કહ્યું કે ફિલ્મમાં વાસ્તવિક ઘટના દર્શાવવામાં આવી છે અને સમગ્ર દેશમાં હિન્દુ છોકરીઓને ફસાવવામાં આવી રહી છે. હિન્દુ યુવતીઓને બચાવવા જરૂરી છે. વિપક્ષના હોબાળા અંગે તેમણે કહ્યું કે બોલવું દરેકની ફરજ છે, તેમને પણ બોલવાનો અધિકાર છે, હિંદુ છોકરીઓની સુરક્ષા થવી જોઈએ.

આ પણ વાંચો:Jioનો આ પ્લાન ધમાલ મચાવી રહ્યો છે, 250 રૂપિયામાં મળશે 388 દિવસની વેલીડીટી

કર્ણાટકમાં કોંગ્રેસના મેનિફેસ્ટોમાં બજરંગ દળ પર પ્રતિબંધ મુકવા પર પ્રવીણ તોગડિયાએ કહ્યું કે આ દેશમાં કોઈ પણ હિન્દુ સંગઠન પર પ્રતિબંધ ન હોવો જોઈએ કારણ કે હિન્દુઓ ઈસ્લામિક આતંકવાદનો શિકાર છે. મંદિરો તોડવામાં આવ્યા છે, ગાયોની કતલ થઈ છે, લોકો મૃત્યુ પામ્યા છે, તો જે લોકો ભોગ બને છે તેમને કેવી રીતે સજા થશે?