AhmedabadGujaratMadhya Gujarat

અમદાવાદ: પ્રેમિકાના પિતાએ ફોન કરીને 16 વર્ષીય પ્રેમીને ધમકી આપી, પરિણામ આવ્યું ખુબ જ ખરાબ

પ્રેમ કરવો એ ખોટી વાત નથી. જો કે, કેટલીક વખત પ્રેમ કરવો ભારે પણ પડી જતો હોય છે. અમદાવાદ શહેરમાં પણ આવીજ એક ઘટના સામે આવી છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એકે સગીરને પ્રેમ કરવાની મોટી કિંમત ચૂકવવી પડી છે. સગીરની પ્રેમિકાના પિતાને તેમના સબંધ વિષે જાણ થતા તેઓ ખુબ જ રોષે ભરાયા હતા. ત્યારે રોષે ભરાયેલા પ્રેમિકાનાપિતાએ સગીરને ફોન કરીને ધાક ધમકી આપી હતી. જેને કારણે સગીરે ડરના માર્યા ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે આ ઘટનાની જાણ સગીરના પરિવારજનોને થતા તેમણે પોલીસ સ્ટેશને પહોંચીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી અનુસાર, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વસવાટ કરતા 16 વર્ષના એક સગીર અને તેની જ વયની એક સગીરા એક બીજાના પ્રેમમાં પડ્યા હતા. અને બંને એકબીજા સાથે લાંબો સમય સુધી ફોન પર વાતચીત પણ કરતા હતા. જો કે, સગીર અને સગીરાના આ પ્રેમ સંબંધની જાણ સગીરાના પિતાને થઇ જતા તેઓ સગીર અને સગીરા એમ બંને પર ખુબ રોષે ભરાયા હતા.

તેમણે સગીરને ફોન કરીને ગુસ્સામાં ધમકી આપી હતી. અને કહ્યું હતું કે આ બધું બંધ કરી દે જે. જેને કારણે ગભરાઈ ગયેલા સગીરે ડરના માર્યા ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. ત્યારે આ અંગેની જાણ સગીરના પરિવારનજનોને થતા તેમણે પોલીસ ફરિયાદ કરી હતી. તમને જણાવી દઈએ કે, હાલ સમગ્ર મામલે ચાંદખેડા પોલીસે સગીરના પરિવારજનોની ફરિયાદ નોંધી છે. અને આત્મહત્યા કરનાર સગીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. તેમજ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરીને વધુ તપાસ હાથ ધરી છે.