અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રિ વેડિંગ ફંક્શનની જામનગરમાં તૈયારીઓ શરૂ, ઝુકરબર્ગ-ગેટ્સ સહિતની હસ્તીઓ હાજર રહેશે
ગુજરાતના જામનગરમાં અત્યારે અલગ જ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરે પુત્રના લગ્ન છે અને તેનું પ્રિ-વેડિંગ ફંક્શન જામનગરમાં રાખવામાં આવેલ છે. મુકેશ અંબાણી ના નાના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટ ની પુત્રી રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્ન 12 જુલાઈના રોજ મુંબઈમાં થવાના છે.
આ લગ્ન માટે માર્ચ મહિનાના શરૂઆતના દિવસોમાં પ્રિ-વેડિંગ સેલિબ્રેશન જામનગરમાં યોજાવવાનું છે. તે સમયે દુનિયાભરમાંથી ટેક્નોલોજી જગતના અને બિઝનેસ જગતના ધુરંધરો જામનગરમાં હાજરી આપે તેવી શક્યતા રહેલી છે.
જાણકારી મુજબ, આગામી દિવસોમાં જામનગરના આંગણે દુનિયાભરના વીઆઈપીઓની હાજરી જોવા મળવાની છે. તેમાં માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ થી લઈને મેટા ના સીઈઓ માર્ક ઝકરબર્ગ સુધીની હસ્તીઓ ના નામ સામેલ છે. આ સિવાય બ્લેકરોક ના સીઈઓ લેરી ફિન્ક, બ્લેકસ્ટોનના ચેરમેન સ્ટીફન સ્કવાર્ઝમેન, ડિઝનીના સીઈઓ બેલ ઈગ્લર, ઈવાન્કા ટ્રમ્પ પણ આ પ્રસંગમાં હાજરી આપવાના છે. જ્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો સમારોહ જામનગર ખાતે 1 માર્ચથી 3 માર્ચ સુધી રાખવામાં આવેલ છે.
તમને જણાવી દઈએ કે, રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી એકબીજાને બાળપણથી જ જાણે છે. અનંત દ્વારા અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કરવામાં આવ્યો હતો અને ત્યારથી તેણે જિયો પ્લેટફોર્મ અને રિલાયન્સ રિટેલ સાથે જોડાયેલ છે. બીજી તરફ રાધિકા ના પિતા વિરેન મર્ચન્ટ મૂળ ગુજરાતના કચ્છના વતની રહેલી છે. રાધિકા મર્ચન્ટ ગ્રેજ્યુએશન પછી વિદેશમાં રહેવાના બદલે ભારત આવી ગઈ હતી. ત્યાર બાદ ઓ એન્કોર હેલ્થકેર માં ડાયરેક્ટર પદે રહેલી છે
ની સાથે જામનગર ખાતે પ્રિ-વેડિંગ સમારોહની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેની કેટલીક તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. એવામાં એક તસ્વીર માં રાધિકા મર્ચન્ટે પેસ્ટલ ફ્લોરલ લહેંગા ચોલી પહેરી છે જેને વિખ્યાત ડિઝાઈનર અનામિકા ખન્ના દ્વારા ડિઝાઈન કરાઈ છે. આ તસવીરોમાં રાધિકા દ્વારા એક આકર્ષક ડિઝાઈનનો થ્રી-લેયર નેકલેસ પણ પહેરવામાં આવ્યો છે.