India

બહાદુરશાહના વંશજે કહ્યું, રામ મંદિર માટે હું એક સોનાની ઈંટ આપીશ

અયોધ્યા વિવાદીત જમીન પર ગઈકાલે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધો છે કે અયોધ્યાની જમીન પર Ram mandir બનાવવામાં આવશે ત્યારે પોતાને બહાદુર શાહ જફરના વંશજ કહેનારા પ્રિંસ યાકૂબ હબીબુદ્દીન ટુસીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે મુસ્લિમ સમુદાયે રામ મંદિર નિર્માણમાં સહયોગ આપવો જોઈએ. યાકૂબે રામ મંદિર માટે સોનાની ઈંટ આપવાની વાત કરી હતી.

તેમણે કહ્યું કે રામ મંદિર નિર્માણ પર કોર્ટનો ચુકાદો ઐતિહાસિક છે.હિંદુ અને મુસ્લિમોએ મળીને આ નિર્ણયનું સ્વાગત કરવું જોઈએ અને મંદિર નિર્માણમાં સહયોગ કરવો જોઈએ. આનાથી દેશમાં ધર્મનિરપેક્ષતાના પાયો વધુ મજબૂત થશે.

પોતાને બહાદુરશાહ જફરના વંશજ બતાવનારા યાકૂબે રામ મંદિર માટે સોનાની ઈંટ આપવાનું વચન આપ્યું હતું. હવે તેમણે કહ્યું કે મેં મંદિર નિર્માણ માટે સોનાની ઈંટ આપવાનો વાયદો કર્યો હતો. હું પોતાની વાત પર અડગ છું અને મંદિર નિર્માણ શરૂ થવા પર ઈંટને PM Narendra Modi ને ભેટ આપીશ.

નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે લીંબડી-રાજકોટ હાઇવે પર પોલીસવાનને નડ્યો અકસ્માત વાસ્તુના આ ઉપાયોથી મળશે દેવાના બોજમાંથી મુક્તિ ગુજરાતના ધારાસભ્યો માટે બની રહ્યા છે લક્ઝુરિયસ ફ્લેટ રાજદીપસિંહ સહિત 3 લોકોના આગોતરા જામીન રદ