India

મુંબઈ એરપોર્ટ પર પ્રાઈવેટ પ્લેન ક્રેશ, પ્લેનના બે કટકા થયા, ઘટનામાં બે લોકો ઘાયલ

ગુરુવારે સાંજે મુંબઈ એરપોર્ટ પર એક મોટી ઘટના બની હતી. અહીં ખરાબ હવામાનને કારણે એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ખાનગી વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પ્લેન બે ભાગમાં તૂટી ગયું હતું. વિમાન દુર્ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત એરપોર્ટના રનવે 27 પર થયો હતો.

ગુરુવારે પ્લેન ક્રેશ થતાં એરપોર્ટ પર અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે વિશાખાપટ્ટનમથી ટેકઓફ કર્યા બાદ મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન આ અકસ્માત થયો હતો. ડીજીસીએના સૂત્રોના જણાવ્યા અનુસાર ખરાબ હવામાનના કારણે પ્લેન દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને, અન્ય ફ્લાઇટ્સનું લેન્ડિંગ અને ટેકઅપ બંને હાલ માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

પ્રાઈવેટ પ્લેનમાં 2 ક્રૂ મેમ્બરો સાથે કુલ 6 મુસાફરો સવાર હતા. આ ઘટના ગુરુવારે સાંજે બની હોવાનું કહેવાય છે. આ ઘટનામાં પ્રાઈવેટ પ્લેનને ભારે નુકસાન થયું છે. વિમાનમાં આગ લાગતાં તે બે ભાગમાં તૂટી પડ્યું હતું.મળતી માહિતી મુજબ, ખાનગી વિમાન ગુરુવારે વિશાખાપટ્ટનમથી મુંબઈ પહોંચ્યું હતું. આ દરમિયાન લેન્ડિંગ દરમિયાન આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બંનેને હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ VSR વેન્ચર્સ લીઅરજેટ-45 એરક્રાફ્ટ હોવાનું કહેવાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભારે વરસાદને કારણે વિઝિબિલિટી 700 મીટર હતી. હાલ આ ઘટનામાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.મુંબઈ એરપોર્ટ પર પ્રાઈવેટ પ્લેન ક્રેશ થવા પાછળ અન્ય કયા કારણો જવાબદાર હોઈ શકે તે જાણવા માટે પણ તપાસ એજન્સીને સોંપવામાં આવી છે. તપાસ એજન્સી વિમાન દુર્ઘટનાના કારણની તપાસ કરીને રિપોર્ટ સોંપશે.

નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે લીંબડી-રાજકોટ હાઇવે પર પોલીસવાનને નડ્યો અકસ્માત વાસ્તુના આ ઉપાયોથી મળશે દેવાના બોજમાંથી મુક્તિ ગુજરાતના ધારાસભ્યો માટે બની રહ્યા છે લક્ઝુરિયસ ફ્લેટ રાજદીપસિંહ સહિત 3 લોકોના આગોતરા જામીન રદ