GujaratMehsanaNorth Gujarat

પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં મહેસાણાના કટોસણ ગામમાં ભાજપના કાર્યકરો માટે પ્રતિબંધના લાગ્યા બેનર

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજને લઈને કરવામાં આવેલ વિવાદિત નિવેદન બાદ તેમનો રાજપૂત સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં પુરુષોત્તમ રૂપાલા ને લઈને બીજા એક સમાચાર સામે આવ્યા છે. બારડોલીમાં પુરુષોત્તમ રૂપાલાની વિરોધ કરવામાં આવ્યો છે. તેની સાથે ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ કરવામાં આવી રહી છે. હવે મહેસાણા જિલ્લામાં પણ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ કરવામાં આવી છે. મહેસાણાના કટોસણમાં રૂપાલાના વિરોધમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

જાણકારી મુજબ, કડીના કટોસણના ગામમાં પરશોત્તમ રૂપાલાના વિરોધમાં બેનર લગાવવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યાં સુધી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના કોઇ કાર્યકર્તાએ ગામમાં પ્રવેશ કરવો નહીં. ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરાઈ છે. એવામાં કટોસણમાં ભાજપ માટે પ્રવેશબંધી કરાઈ છે.

તમને જણાવી દઈએ કે, છેલ્લા દસ દિવસથી ગુજરાત રાજ્ય રાજપૂત સંકલન સમિતિના હેઠળ ક્ષત્રિય સમાજ દ્વારા લડત લડવા માં આવી રહી છે. શાંતિપૂર્ણ રીતે ક્ષત્રિય સમાજ પોતાની માંગને લઈને લડત લડવા માં આવી રહી છે. તેમ છતાં ભાજપ પક્ષ દ્વારા હજુ પણ ઉમેદવાર બદલવાની માંગ લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેના લીધે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ રહેલો છે.

નોંધનીય છે કે, પરશોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ નો વિરોધ યથાવત રહેલ છે. શુક્રવારના જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ગોંડલમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં રૂપાલા દ્વારા જાહેરમાં ક્ષત્રિયો સામેના નિવેદન બદલ માફી માંગવામાં આવી હતી. કરણી સેના સહિતના સંગઠનો દ્વારા રૂપાલાની માફીને સ્વીકારી આવી નહોતી. ક્ષત્રિય સંગઠન દ્વારા કહેવામાં આવ્યું છે કે, જયરાજસિંહ એકલા સમાજ તરફથી નિર્ણય ન લઈ શકે તેમજ જયરાજસિંહ જાડેજા કહેવામાં આવ્યું કે, આ વિવાદ હવે પૂર્ણ થયેલ છે.