GujaratRajkotSaurashtra

ટ્રક પાછળ ફોર્ચ્‍યુનર કાર અથડાતા રાજકોટના ગેમઝોનવાળા પુષ્‍પરાજસિંહ જાડેજાનું મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત રાજકોટ-જામનગર હાઈવેથી સામે આવ્યો છે.

રાજકોટ-જામનગર હાઈવે પર તરઘડી તાલુકા પાસે ફોર્ચ્યુનર કાર ટ્રકની પાછળ ઘૂસી જતા ભયંકર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે.  જ્યારે આ અકસ્માતમાં ગેમ ઝોન ના માલિક નું કરુણ મોત નિપજ્યું છે. અકસ્માત બાદ ટ્રક ચાલકને જાણ ન હોવાના લીધે ફોર્ચ્યુનર કાર ત્રણ કિલોમીટર સુધી ઘસડાઈ હોવાની જાણકારી સામે આવી છે. ત્યાર બાદ અકસ્માતની જાણ થતા ટ્રક ચાલક દ્વારા ટ્રકને રોકવામાં આવી અને 108 ને ફોન કરીને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટ ના વાવડી ગામમાં રહેનાર અને નોકઆઉટ ગેમ ઝોન ચલાવનાર પુષ્પરાજ સિંહ જાડેજા નામના યુવક ફોર્ચ્યુનર કાર લઈને રાજકોટ થી જામનગર હાઇવે પર હોટલમાં નાસ્તો કરવા માટે જઈ રહ્યા હતા. તે સમયે આગળ જઈ રહેલી ટ્રક દ્વારા અચાનક બ્રેક મારવામાં આવતા ફૂલ ઝડપે જઈ રહેલી ફોર્ચ્યુનર કાર તેમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. તેમ છતાં ટ્રક ચાલકને અકસ્માતની જાણ ન થતા તે ફોર્ચ્યુનર કારને સાથે લઈને ત્રણ કિલોમીટર ઢસેડીને ચાલ્યો ગયો હતો. ત્યાર બાદ ટ્રક ચાલકને અકસ્માતની જાણ થતા તેના દ્વારા ટ્રક રોકવામાં આવી હતી.

ત્યાર બાદ ટ્રક ચાલક દ્વારા 108 ને ફોન કરીને અકસ્માતની જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ 108 ના સ્ટાફ  દ્વારા તપાસ કરવામાં આવતા  યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઘટના અંગે પરિવારજનોને જાણ કરાઈ અને મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો હતો.  જયારે ત્રણ બહેનોના એકના એક ભાઈનું અવસાન થતા પરિવાર શોકનું મોંજુ ફરી વળ્યું છે.