Ajab GajabIndia

રેલવે સ્ટેશનના આવા નામ તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય જુઓ અજીબો ગરીબ નામવાળા રેલવે સ્ટેશન નું લિસ્ટ

ભારતમાં ઘણા બધા એવા રેલવે સ્ટેશન છે જેના નામ સાંભળીને અથવા તો વાંચીને તમારા ચહેરા ઉપર હસી આવી જશે આવો એવા જ અમુક રેલવે સ્ટેશનના નામ જાણીએ.

બાપ:આનું નામ સાંભળીને જ લાગે છે કે માનો કે આ સ્ટેશન દરેક સ્ટેશનનો બાપ હશે પરંતુ આ રાજસ્થાનના જોધપુરમાં આવેલ એક ખૂબ જ નાનું રેલવે સ્ટેશન છે.

સિંગાપુર રોડ:આ એક એવું સિંગાપુર છે જ્યાં જવા માટે તમારે વિઝાની જરૂર નથી સિંગાપુર રોડ સ્ટેશન ઓડીસા રાજ્યમાં છે અને આ સ્ટેશનથી ઘણી બધી એક્સપ્રેસ ટ્રેન પસાર થાય છે.

ટીટવાલા:આ રેલવે સ્ટેશન મુંબઈ ઉપનગરી રેલવે નેટવર્કની સેન્ટ્રલ લાઈન ઉપર આવેલ છે અને તે કલ્યાણ અને કસારા ની વચ્ચે રસ્તામાં પડે છે આ સ્ટેશનના એક તરફ અમ્બિવલી રેલવે સ્ટેશન અને બીજી તરફ ખડાવલી રેલવે સ્ટેશન આવેલું છે.

લેન્ડી ખાના રેલવે સ્ટેશન:આ રેલવે સ્ટેશન દેશના આઝાદ થતા પહેલાનું છે ટ્વીટરના @IndiaHistorypic એકાઉન્ટ અનુસાર આ ફોટો 1930ના દશકમાં ખેંચવામાં આવી છે. તે સમયે આ રેલવે સ્ટેશન ભારત અને અફઘાનિસ્તાનના બોર્ડર પર હતું. લેન્ડી ખાના રેલ્વે સ્ટેશન તો ખરમની પાસે આવેલ હતું રેલવે સ્ટેશનની સ્થાપના 23 એપ્રિલ 1926 એ બ્રિટિશ શાસનમાં થઈ હતી.

ફફૂંદ:ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લામાં આવેલ આ રેલવે સ્ટેશન એક એ શ્રેણીનું રેલવે સ્ટેશન છે. તે ઓરૈયા જિલ્લાના દિબીયાપુર જિલ્લામાં આવેલું છે આ સ્ટેશન બ્રિટિશ શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું અને આ સ્ટેશન ઉપર પાંચ ટ્રેક અને ચાર પ્લેટફોર્મ આવેલા છે.