AhmedabadGujarat

ગુજરાતમાં ફરી તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કમોસમી વરસાદની કરી આગાહી

રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તો બીજી બાજુ હવામાં ભેજનું પ્રમાણ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વધી રહ્યુ છે. જેના કારણે ગરમી સાથે બફારો પણ રાજ્યના લોકોએ સહન કરવો પડી રહ્યો છે. જ્યારે હવે કમોસમી વરસાદને લઈને સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શિયાળામાં પશ્ચિમી વિક્ષેપ આવવા જોઈએ તેના બદલે હવે ઉનાળામાં આવી રહ્યાં છે. તેના લીધે વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે. એપ્રિલ અને મેમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી ના ભાગરૂપ માં વરસાદ વરસી શકે છે. એવામાં મેં મહિનામાં વરસાદ વરસી શકે છે.

તેની સાથે તમને જણાવી દઈએ કે, મે મહિનાની ૨૪ મી તારીખથી દેશના ઉત્તરીય-પર્વતીય પ્રદેશો માં હિમવર્ષા થવાની શક્યતા રહેવાની છે. જ્યારે ભારે તોફાની વરસાદ, આંધી, વંટોળ નું પ્રમાણ જોવા મળશે. ગુજરાત સહિત દેશના ઘણા ભાગોમાં આંધી, પવન, વંટોળ સાથે ભારે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેલી છે. વીજળી પણ પડવાની શક્યતા વધુ છે. આ દરમિયાન પવનની ઝડપ 35 થી 40 ની આજુબાજુ રહેવાની છે. 25 મે થી 30 મે સુધીમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. તેમાં પણ ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે.

તેની સાથે ગુજરાતના કેટલાક ભાગોમાં 3 થી 4 ઈંચ જેટલો ભારે વરસાદ થવાની પણ શક્યતા રહેલી છે. ગુજરાત રાજ્યમાં વડોદરા, આણંદ, બોડેલી, ભરૂચ, સુરત, તાપી સહિત અનેક વિસ્તારો વરસાદી માહોલ બનશે. આ સિવાય દિવ-દમણમાં પણ વરસાદની શક્યતા રહેલી છે. તેની સાથે રાજ્યના બનાસકાંઠા, પંચમહાલ જિલ્લામાં પણ વરસાદની શક્યતા રહેલી છે.