ગોંડલ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ, લોકોને ગરમીથી મળી રાહત
ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને લોકોને આકરી ગરમીનો અહેસાસ પણ થઈ રહ્યો છે. અરબી સમુદ્ર થી આવતા ભેજવાળા પવનો ના લીધે રાજ્યમાં બફારો વધી ગયો છે. વાદળછાયા વાતાવરણ અને બફારા ની સાથે છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં ગરમીનો પારો વધ્યો છે. જ્યારે આ બધાની વચ્ચે ગોંડલથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગોંડલમાં કમોસમી વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યું છે.
ગોંડલમાં પવન અને કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હોવાના સમાચાર સામે આવ્યા હતો. જ્યારે આકરી ગરમીની વચ્ચે વરસાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ગોંડલનાં જામવાડી, મોટા ઉમવાડા સહિતના ગામોમાં ગઈ કાલના કમોસમી વરસાદ વરસ્યો હતો. એવામાં વરસાદ વરસતા ગોંડલના શહેરોમાં ઠંકડ પ્રસરી ગઈ છે.
તેની સાથે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ સૂકું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. તેમજ વરસાદ પડવાની પણ નહિવત શક્યતાઓ છે. હાલ જે વાતાવરણ છે તેવું જ વાતાવરણ આગામી 5 દિવસ રહે તેવી શક્યતાઓ છે. હાલ રાજ્યમાં પશ્ચિમીની સાથે ઉત્તર-પશ્ચિમના પવનો આવી રહ્યા છે. તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થાય તેવી કોઈ સંભાવના નથી. આ જ કારણથી ગરમી ઓછી પડી રહી હોવા છતાં પણ લોકો પરસેવાથી રેબઝેબ થઇ જાય છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી ત્રણ દિવસમાં રાજ્યના તાપમાન એકાદ ડિગ્રીનો વધારો અને ત્રણ દિવસ બાદ વાતાવરણમાં એકાદ ડિગ્રી ઘટાડો નોંધાઇ શકે છે. અમદાવાદમાં 41 ડિગ્રીની આસપાસ તાપમાન રહે તેવી શક્યતાઓ છે. તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગે જણાવ્યું છે કે અમદાવાદ,ગાંધીનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં 41 ડીગ્રી આસપાસ મહત્તમ રહે તેવી શક્યતાઓ છે. રાજ્યનુ તાપમાન હાલ સામાન્ય કે તેનાથી નીચું નોંધાઈ રહ્યું છે.