દિલ્હી ઓઈમ્સમાં ફરજ બજાવતા રાજકોટના ડોક્ટર રાજ ધોણિયાએ દવા પીને કર્યો આપઘાત
રાજકોટના વતની અને દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ના ન્યુરો સર્જન તરીકે ફરજ બજાવનાર ડો. રાજ ઘોણિયા દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણકારી સામે આવી છે કે, ડોક્ટર રાજ ઘોણિયા દ્વારા વધુ પડતી દવા પીને આપઘાત કર્યો છે. જ્યારે પોલીસને ઘટનાસ્થળ પરથી એક સુસાઈડ નોટ પણ પ્રાપ્ત થઈ હતી જેમાં તેમના દ્વારા આપઘાત પાછળ કોઈ જવાબદાર ન હોવાનું કહેવામાં આવ્યું છે.
જાણકારી મુજબ, રાજકોટના ડો. રાજ ઘોણિયાની વાત કરીએ તો તેમની ૩૪ વર્ષની ઉમર હતી. તે છ મહિના અગાઉ જ AIIMS માંથી તેમની ન્યુરો સર્જરી પૂર્ણ કરવામાં આવી હતી અને તેમના મૃત્યુના માત્ર 15 દિવસ અગાઉ જ તે યુએસમાં તાલીમ લઈને પરત આવ્યા હતા. તેની સાથે જાણકારી સામે આવી છે કે, ડો. રાજ ઘોણિયા પરિણીત હતા પરંતુ તેમની પત્ની ઘટના સમયે હાજર નહોતા. તે ઘરમાં એકલા હતા તે સમયે તેમના દ્વારા દવા પીને આપઘાત કરી લેવામાં આવ્યો હતો. રાજ ઘોણિયા દ્વારા પ્રેમલગ્ન કરવામાં આવ્યા હતા. આ સિવાય દંપતી વચ્ચે કોઈ બાબતમાં ઝઘડો ચાલતો હોવાનું પણ સામે આવ્યું છે. તે બાબતમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, રક્ષાબંધનનો તહેવાર હોવાના લીધે ડો. રાજની પત્ની તેમના મામાના ઘરે ગયા હોવાનું પોલીસ તપાસમાં જાણકારી સામે આવી છે. તેમના ગયા બાદ ડોક્ટર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હતું. તેમની પત્નીની વાત કરીએ તો તે પણ એક ખાનગી હોસ્પિટલમાં માઇક્રોબાયોલોજી માં વરિષ્ઠ નિવાસી હોવાની જાણકારી સામે આવી છે. એવામાં પત્ની દ્વારા તેમને સતત પતિને ફોન કરવામાં આવી રહ્યા હતા, પરંતુ ફોન તેમના દ્વારા ઉપાડવામાં આવી રહ્યો નહોતો. તેના લીધે તપાસ કરવા માટે નજીકના ડોક્ટરને આ બાબતમાં જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસને પણ આ બાબતમાં જાણ કરી દેવામાં આવી હતી.
તેની સાથે પોલીસ ને આ બાબતમાં જાણ કરવામાં આવતા પોલીસ નો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. આ દરમિયાન ડોક્ટર તેમના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવતા મૃતદેહને એઈમ્સમાં તપાસ માટે લઇ જવામાં આવ્યો હતો. તે દરમિયાન હાજર તબીબ દ્વારા ડોક્ટર ને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડી આ મામલામાં તપાસ હાથ ધરી હતી.