GujaratRajkotSaurashtra

રાજકોટમાં ધૂણતા પતિના ત્રાસથી પત્નીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું

રાજકોટ શહેર થી એક આશ્ચર્યચકિત કરનારી ઘટના સામે આવી છે. જેમાં જાણકારી સામે આવી છે કે, મૃત્યુ પામેલ પ્રથમ પત્ની શરીરમાં આવતી હોવાનું કહીને પતિના ત્રાસથી કંટાળીને બીજી પત્ની દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં મૃતકના પિતા દ્વારા જમાઈ સામે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા આ મામલામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટ ના કોઠારિયા રોડ પર આવેલી જયરામ પાર્ક સોસાયટીમાં રહેનાર લક્ષ્મણ નરશીભાઈ કોળીના પત્ની જલ્પા બેન દ્વારા સાત દિવસ અગાઉ પતિના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં પતિનો ત્રાસ કારણભૂત હોવાનું મૃતક જલ્પાબેન ના પિતા ભગવાન બગથરીયા દ્વારા જણાવવામાં આવતા પોલીસ દ્વારા જમાઈ લક્ષ્મણ કોળી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ મામલામાં મૃતક જલ્પા બેનના પિતા ભગવાન દ્વારા ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે,  “મારી દિકરી જલ્પાના લગ્ન પહેલા સુરતમાં થયેલા હતા. તેનાથી મારી દીકરીને બે સંતાન દિકરો-દિકરી રહેલ હતા. ત્યાં બાદ પતિ સાથે અણબનાવ બનતા તેણે છૂટાછેડા લઇ લીધા હતા. તેના પછી તે મારા ઘરે રહેવા લાગી હતી. આજથી છ મહિના અગાઉ જ તેના લગ્ન રાજકોટના લક્ષ્મણ નરશીભાઈ કોળી સાથે કરાવવામાં આવ્યા હતા. લક્ષ્મણના પણ પહેલા લગ્ન થયેલા હતા. તેમ છતાં તેની પત્નીનું મૃત્યુ નીપજ્યું હતું.

એવામાં આજથી બે મહિના અગાઉ જલ્પા દ્વારા મને ફોન કરીને પતિ ત્રાસ આપતો હોવાનું જણાવ્યું હતું. જલ્પા દ્વારા મને જણાવવામાં આવ્યું હતું કે, ‘મારો પતિ તેની મૃત્યુ પામેલી પહેલી પત્ની ની પૂજા કરે છે અને ત્યાર બાદ પત્ની શરીરમાં પ્રવેશી ગઈ હોવાનું જણાવીને તે ધૂણવા લાગે છે. તેની સાથે તે ધુણતા ધુણતા મને માર મારી ગળુ દબાવવા લાગે છે અને મને ત્રાસ પણ આપવા લાગે છે. એવામાં મારી દીકરી એક અઠવાડિયા પછી પતિના ત્રાસથી પિયર આવી ગઈ હતી. પરંતુ મેં તેને સમજાવીને સાસરે પરત મોકલી દીધી હતી.

ત્યાર બાદ 28 મી જુલાઈ ના રોજ મને ફોન આવ્યો હતો કે, ઝેરી દવા મેં પી લીધી છે. મારા બાળકોને તમે સાચવી લેજો.’  તેના લીધે  અમે તાત્કાલિક રાજકોટ દોડી આવ્યા હતા. રાજકોટ જઈને અમે જોયું તો મારી દીકરીનો જીવ ચાલ્યો ગયો હતો.