SaurashtraGujaratRajkot

રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલનમાં રણસંગ્રામ ની જાહેરાત: હવે ક્ષત્રિયો રૂપાલા સામે લડી લેવાના મૂડમાં

રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેના હેઠળ આજે 14 એપ્રિલના રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓ સિવાય રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રતનપરમાં મહાસંમેલનનું આયોજન કરાયું હતું.

જ્યારે આ સંમેલનની વાત કરીએ તો જેમાં ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ, રાજપૂત સમાજ સંકલન સમિતિના ચેરમેન ગોવુભા ડાડા, કોર કમિટીના પ્રવક્તા કરણસિંહ ચાવડા, સંકલન સમિતિના ગુજરાત રાજ્યના પ્રમુખ તૃપ્તીબા રાઉલ, કરણીસેના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા અને વિરભદ્રસિંહ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.

તેની સાથે આ બેઠકમાં પુરુષોત્તમ રૂપાલાની વિવાદાસ્પદ ટીપ્પણીને લઈ ક્ષત્રિયો દ્વારા ભાજપને 19 એપ્રિલ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જ્યારે હવે રણસંગ્રામ પાર્ટ-2 શરૂ કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. જ્યારે ક્ષત્રિયો દ્વારા લડી લેવા માટે તૈયારીઓ દેખાડવામાં આવી હતી.

રાજપૂત સમાજની કોર કમિટીના પ્રવક્તા કરણસિંહ ચાવડા દ્વારા આ દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે, સમાજથી કોઈ મોટું રહેલ નથી. તમને પૂછે કે, રતનપરની સભામાં શું નક્કી થયું તેમ પૂછશે તો શું કહેશો? ફોટો પડાવવા માટે ગયા હતા? એવું કહેવાય છે કે, યુદ્ધની તૈયારી શાંતિના સમયમાં થતી હોય છે. સંકલન સમિતિ અને કોર કમિટી તો નિમિત રહેલ છે. પાર્ટ-1 ભાજપના સત્તાધીશોને કહેવા ઇચ્છુ છું કે, પાર્ટ-1 પૂર્ણ થયો છે. આજે લાખોની સંખ્યામાં હાજર ક્ષત્રિયોની હાજરીમાં હું ભાજપના હાઇકમાન્ડને કહેવા ઈચ્છું છું કે, હવે પાર્ટ-1 પૂર્ણ થયો અને તમારા ખોળામાં દડો ફેંક્યો એટલે હવે 19 એપ્રિલ સુધીનું અલ્ટીમેટમ આપેલ છે. કેમ કે, જો 16 એપ્રિલના ફોર્મ ભરેલું હોય તો 19 એપ્રિલના પરત ખેંચી શકાય છે.

તેની સાથે તેમને વધુમાં જણાવ્યું કે, ભાજપ દ્વારા સૂત્ર આપવામાં આવેલ છે કે, “વ્યક્તિ સે દલ બડા ઔર દલ સે બડા દેશ તો રૂપાલા તમે દેશથી મોટા નથી, સમાજથી તમે મોટા નથી. હવે ભાગ-2 ની શરૂઆત થશે. શાંતિ રાખી, સંયમ રાખ્યો, અમે સમુદ્ર માટે પણ તપ પણ કર્યું હતું. આપણા મહાન રાજા રઘુ રાજ કરતા હતા ત્યારે રાવણ અયોધ્યામાં ખંડણી લેવા આવ્યો અને રઘુ રાજા તપમાં રહેલા હતા. રાવણ પુષ્પક વિમાન લઈને ઉતર્યો હતો. રાજ નેતા હવે હેલિકોપ્ટર લઈને મત લેવા માટે આવશે. રઘુ રાજાને ખબર પડી ગઈ છે કે, રાવણ અયોધ્યામાં સાલિયાણું માગવા આવેલ છે, એટલે ત્યાં બેઠા બેઠા કીધું હતું કે, વાંધો નહીં તો પરત જતા રહો અને પરત આવ્યા તો નામવેધી બાણ છોડ્યું અને રાવણ એમ બોલ્યા એટલે લંકા પહોંચ્યું અને મહેલની ફરતે ફરવા લાગ્યું હતું. સતી એવી મંદોદરીએ જણાવ્યું હતું કે, ક્ષત્રિયનું છોડેલું બાણ છે એના નીતિ નિયમો હોય એ ગૌશાળામાં ન જાય, રાણીવાસમાં ન જાય, સ્ત્રી હોય ત્યાં ન જાય તો રાવણ મારા મહેલમાં આવી જાય તો તે સમયે રાવણ પણ સંતાઈ ગયો હતો. પાર્ટ-2 માં શું કરવું તે અંગે સંકલન સમિતિ દ્વારા નક્કી કરવામાં આવશે.