પીઝા પાર્ટી કરતા પહેલા વાંચીલો આ અહેવાલ, મોટી મોટી પીઝા બ્રાન્ડ પણ હલકી કક્ષાના ચીઝ અને માયોનિઝનો કરી રહી છે ઉપયોગ
ગુજરાતીઓ ખાવા પીવાની બાબતમાં ઘણા શોખીન હોય છે. તેમાં પણ લોકો પોતાના મિત્રો અને પરિવાર સાથે વિકેન્ડમાં પીઝા પાર્ટી કરતા હોય છે. અને એટલે જ તો પિઝા પોઇન્ટ પર જ્યારે જુઓ ત્યારે લોકોની ભીડ રહેતી હોય છે. પરંતુ ગુજરાતીઓને તેમનો આ પીઝા ખાવાનો શોખ ભારે પડી રહ્યો છે. માર્કેટમાં વેચાઈ રહેલ કેટલાક પીઝામાં હલકી કક્ષાનું માયોનીઝ અને ચીઝ ઉપયોગમાં લેવામાં આવી રહ્યુ છે. સુરતમાં આરોગ્ય વિભાગ છેલ્લા ઘણા સમયથી એક્ટિવ બનીને ખાણીપીણીની વિવિધ જગ્યાઓ પર દરોડા પાડીને સેમ્પલ લઈને તપાસ કરી રહ્યું છે. જેમાં પીઝાની બે બ્રાન્ડ તેમના પીઝામાં હલકી ગુણવત્તા વાળું ચીઝ અને માયોનિઝ ઉપયોગમાં લેતા હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સુરતના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા કેટલાય સમયથી ખાણી પીણીના એકમો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે પિઝા વેચતા એકમોમા જઇને સુરત આરોગ્ય વિભાગ દ્વારા ચીઝ અને માયોનિઝના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં તોતિંગ ભાવથી પીઝા વેચીને કમાણી કરનાર પીઝા હટ,ડોમીનોઝ અને લાપીનોઝ જેવી બ્રાન્ડના ચીઝ અને માયોનિઝના સેમ્પલની તપાસ કરતા મોટો ઘસ્ફોટ થયો છે.
નોંધનીય છે કે, સુરત આરોગ્ય વિભાગ દ્વારા પીઝાના અલગ અલગ એકમો પર દરોડા પાડીને ત્યાંના સેમ્પલ લઈને તપાસ કરતા જાણવા મળ્યું કે તોતિંગ ભાવ લઈને પીઝા વેચતી મોટી મોટી બ્રાન્ડ પણ હલકી ગુણવત્તાવાળું ચીઝ અને માયોનિઝ વાપરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરે છે. તમને જણાવી દઈએ કે, ઘોડ દોડ રોડ ખાતે આવેલા પીઝા હટ, એલ.પી.સવાણી રોડ કબાટ આવેલ ડેન્સ પીઝા, પીપલોદ ખાતે આવેલા કે એસ ચારકોલ, ઉગત નજીક આવેલા લા પીનોઝ પીઝા, વેસુ ભગવાન મહાવીર કોલેજ નજીક આવેલા ડોમીનોસ પિઝા અને જહાંગીરાબાદ ખાતે ટાઇમ્સ ગેલેકસીમાં ગુજ્જુ કાફે આ 6 જગ્યાના સેમ્પલ ફેલ નીકળ્યા છે.