GujaratMadhya GujaratSaurashtra

બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદને પગલે નદી-નાળા છલકાયા, ચનવાયા ખાતે નાળુ તૂટતા ત્રણ ગામો થયા સંપર્ક વિહોણા

બિપોરજોય વાવાઝોડાને પગલે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ તેમજ ઉપરવાસથી આવેલા ધસમસતા પાણીના લીધે થઈને જિલ્લાના નદી-નાળા છલકાયા છે. કેટલીક જગ્યાએ તો નદી-નાળા તૂટ્યા હોવાની ઘટના પણ સામે આવી છે. અમીરગઢ તાલુકાના વીરમપુર ખાતેથી ભાટવાસ સુધીની હદમાં આવેલા ચનવાયા નામના ગામનું નાળું તૂટી જતાં 3 જેટલા ગામો હાલ સંપર્ક વિહોણા બન્યા છે. ભારે વરસાદ પડવાના કારણે ત્રણ જેટલા ગામમાં અવર જવર માટેનો જે માર્ગ છે તે બંધ થઈ જતા ગામના લોકો અટવાયા છે.

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ અને ઉપરવાસથી આવેલા ધસમસતા પાણીના લીધે થઈને સમગ્ર જિલ્લાના નદી અને નાળા છલકાયા છે તો કેટલાક નદી-નાળા તૂટી ગયા હોવાની ઘટનાઓ પણ સામે આવી છે. તો વધારે વરસાદ પડવાને કારણે અમીરગઢ તાલુકાના વીરપુર ખાતેથી ભાટવાસ સુધીની હદ વિસ્તારમાં આવેલ ચનવાયા નામના ગામનું નાળુ તૂટી જવાના માતને 3 જેટલા ગામો સંપર્ક વિહોણા થતા વહીવટી તંત્ર ડપડતું થયું છે. વધુ વરસાદ પડવાના કારણે કેટલાક ગામોમાં પાણી ઘુસી જતા અનેક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, બિપોરજોય વાવાઝોડું ટકરાયા બાદ છેલ્લા 24 કલાકમાં રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અને 100થી પણ વધારે તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વરસાદ ખાબક્યો છે. જેના કારણે નદીઓમાં પાણીની ભરપૂર આવક થતા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે.