health

રોજ માટે આ એક ટેવ પાડી દો, જીવો ત્યાં સુધી પેટમાં ગેસ,કબજિયાત કે એસિડિટી થશે નહીં…

નમસ્કાર દોસ્તો, આજે આપણે એવી માહિતી વિશે જાણીશું,જેની તમે નિયમિત ટેવ પાડશો તો તમે જીવો ત્યાં સુધી ક્યારેય કબજિયાત,ગેસ કે એસિડિટી થશે નહીં.આપણા શરીરની ત્રણ પ્રકૃતિ છે.વાત્ત,પિત્ત અને કફ.જેમાં પિત્તની પ્રકૃતિને શાંત રાખવા માટે એક ખૂબ જ કારગર ઉપાય છે.કહેવાય છે કે જો પેટની સમસ્યા ન થાય તો તમારું શરીર એકદમ તંદુરસ્ત.

દેશી ગાયનું ઘી : પિત્તને શાંત કરનાર ઔષધિ હોય તો એમાં પ્રથમ છે દેશી ગાયનું ઘી.આ ઘી પિત્તને શાંત કરવામાં ખૂબ જ કારગર છે.આ ઘીનું સેવન કરવાથી પિત્તના કોઈ રોગ થતા નથી.જેના કારણે પેટની બીમારી પણ થતી નથી.

અજમો : રસોડામાં જોવા મળતો અજમો શરીર માટે ખૂબ જ ઉપયોગી છે.અજમો એ વાત્ત,પિત્ત,અને કફ ત્રણેય પ્રકૃતિના જે રોગો છે તેને દૂર કરવામાં ખૂબ જ કારગર છે.અજમો એ પેટની બીમારી શાંત કરવામાં ખૂબ જ લાભદાયક છે માટે અજમાનો પણ નિયમિત સેવન કરો.જમ્યા પછી અડધી ચમચી અજમો ફાકી જશો તો પણ શરીર માટે ખૂબ જ લાભદાયક છે.આનાથી શરીરની પાચનશક્તિ પણ ખૂબ જ મજબૂત બને છે.જેના લીધે ગેસ,કબજીયાત કે એસિડિટી થશે નહીં.

જીરું : રસોડામાં જોવા મળતું જીરું પણ આપણાં શરીર માટે ખૂબ જ લાભદાયક છે.જે લોકોને વારંવાર ગેસ,કબજિયાત કે એસિડિટીની બીમારી રહેતી હોય તેમના માટે જીરું એક રામબાણ સારવાર છે.જે લોકોને ગેસની સમસ્યા રહેતી હોય તેઓએ સાંજે પાણીમાં જીરું પલાળી દો,અને સવારે આ પાણી હુંફાળું ગરમ કરી ધીમે-ધીમે પી જાઓ.

દવાઓ પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કરવા છતાં યોગ્ય પરિણામ મળતું નથી.જેટલું આ ઘરેલુ ઔષધિમાંથી મળે છે.નોંધ : અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.