GujaratStory
Trending

જાડેજાનો ઠાઠ: જામનગરના ઋષિરાજસિંહ જાડેજાના લગ્નમાં 1 કરોડ રૂપિયા ઉડ્યા, જુઓ Videos

જામનગર: હાલ ગુજરાતમાં લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે ગુજરાતીઓ ધામધૂમથી લગ્ન કરતા હોય છે એ તો આપણે જોયું જ હશે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લગ્નમાં રૂપિયા ઉડાડવાનો શોખ પણ લોકો રાખે છે ત્યારે જામનગરના એક શાહી લગ્નનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લગ્નમાં 500 અને 2000 ની નોટો નો જાણે વરસાદ થયો હોય એમ રૂપિયા ઉડી રહ્યા છે.

જણાવી દઈએ કે જામનગરના જાડેજા પરિવારના ઋષિરાજસિંહ જાડેજાના શાહી લગ્નમાં રૂપિયાનો વરસાદ જોવા મળ્યો હતો. અનુમાન મુજબ લગ્નમાં 1 કરોડ રૂપિયા તો ઉડાવવામાં આવ્યા હતા. લગ્ન નો કુલ ખર્ચ કેટલો થયો હોય એ તો આના પરથી જ અંદાજ લગાવી શકાય.વીડિયોમાં જોઈ શકાય કે કોઈ બસ પર ચડીને રૂપિયા ઉડાવે છે તો કોઈક ગાડી પર ઉભા રહીને રૂપિયા ઉડાવે છે. લગ્નમાં જે રૂપિયા ઉડાવવામાં આવ્યા તે ગૌશાળામાં દાનમાં આપવામાં આવશે.

Video :

ચેલા ગામમાં ઋષિરાજસિંહ જાડેજાની જાન પણ હેલિકોપ્ટરથી આવી હતી. લગ્નમાં તેમના મોટાભાઈ દ્વારા એક કરોડની કાર પણ ઋષિરાજસિંહ ને મળી હતી. ઋષિરાજસિંહ યુવાઓમાં ઘણો લોકપ્રિય છે. તેના ઇન્સ્ટાગ્રામ પર પણ લગભગ દોઢ લાખ જેટલા ફોલોઅર્સ છે. તેના ફોટો જોઈને જાણી શકાય કે તે મોંઘીદાટ ગાડીઓનો શોખ ધરાવે છે.

Video: