દુઃખદ : સુરતમાં પરિવારજનોએ મોબાઈલ ઓછો રમવાનું કહેતા યુવતીએ કર્યો આપઘાત
આજ કાલના બાળકોને મોબાઇલની લત લાગી જતા તેઓને જો મોબાઈલથી દૂર કરવામાં આવે તો તેઓ ઘણી વખત ના કરવાનું કરી બેસતા હોય છે. આવું જ કંઈક સુરત શહેરથી સામે આવ્યું છે. સુરતના કામરેજથી આવી એક બાબત સામે આવ્યું છે. આ વિસ્તારમાં રહેનાર પરિવાજનો દ્વારા યુવતીને મોબાઈલ વધુ ઉપયોગ ન કરવામાં બાબતમાં ઠપકો આપવામાં આવ્યો હતો. તેના લીધે યુવતીને માઠું લાગી જતા તેના દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો હતો. જ્યારે દીકરીના મૃત્યુથી પરિવારજનોમાં દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
જાણકારી મુજબ, સુરતનાં કામરેજમાં સુદર્શન સોસાયટીમાં રહેનાર 22 વર્ષીય યુવતી દ્વારા વધુ પડતો મોબાઈલ ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. તેના લીધે પરિવારજનો દ્વારા યુવતીને મોબાઈલ ઓછો વાપરવા માટેનું કહેવામાં આવ્યું હતું. તેના યુવતીને માઠું લાગતા યુવતી દ્વારા ઘઉંમાં નાંખવાની દવા પી લેવામાં આવી હતી.
એવામાં યુવતી દ્વારા ઝેરી દવા પી લીધી હોવાની જાણકારી પરિવારજનોને થતા પરિવારજનો દ્વારા યુવતીને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યારે યુવતીનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ નીપજ્યું હતું. મૃતક યુવતીનું નામ તૃપ્તિકુમારી જયસુખભાઈ પાધડાળ હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલામાં કામરેજ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
તેની સાથે પરિવારજનોમાં પોતાની દીકરીના મૃત્યુથી માતમ છવાઈ ગયો છે. આ મામલામાં જાણકારી મળતા કામરેજ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર આવી ગઈ હતી. ત્યાર બાદ કામરેજ પોલીસ દ્વારા યુવતીના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.