રામ ભક્તો માટે સરકાર દ્વારા હાલ ખાસ આસ્થા ટ્રેન શરુ કરવામાં આવી છે. ત્યારે આ આસ્થા ટ્રેનથી દુઃખદ મામલો સામે આવ્યો છે. કેમકે એક રામ ભક્ત રામલલ્લાના દર્શન કરે તે પહેલા જ તેમને હાર્ટ એટેક આવતા મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આસ્થા ટ્રેનથી અયોધ્યા જઈ રહેલા વડોદરાના રમણભાઈ પાટણવાડીયાને હાર્ટ એટેક આવતા મૃત્યુ નિપજ્યું છે. તે ગત રોજ વડોદરાથી આસ્થા ટ્રેન મારફતે શહેરના ભક્તો સાથે અયોધ્યા જવા માટે નીકળ્યા હતા. ત્યારે મધ્યપ્રદેશ ના ખંડવા સ્ટેશન નજીક રમણભાઈને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર બાદ રમણભાઈના મૃતદેહને લઈ ભાજપના કાર્યકર્તા વડોદરા લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુંબ, સમગ્ર દેશમાંથી અયોધ્યા તરફ જવાની દરેકની ઈચ્છા રહેલી છે. કેમ કે લોકોમાં રામલલ્લાના દર્શન કરવા માટે આતુર રહેલા છે. ત્યારે આ ભવ્ય રામ મંદિરના દર્શન માટે શ્રદ્ધાળુઓ સરળતાથી જઈ શકે તે હેતુસર સરકાર દ્વારા ખાસ અયોધ્યાની આસ્થા સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવેલ છે. આ સિવાય ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા પણ ભક્તોને રામ મંદિરના દર્શન કરાવવાની ઝુંબેશ ઉઠાવવામાં આવી છે. તેની સાથે અલગ અલગ શહેરના ભાજપના નેતાઓ સ્થાનિકોને રામ મંદિર દર્શન માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે.
તેની સાથે દેશના વિવિધ ભાગોમાંથી આ આસ્થા ટ્રેન શરૂ કરવામાં આવી છે. એવામાં એક રામભક્ત અયોધ્યામાં જઈને રામલલ્લાના દર્શન કરે તે પહેલા જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. વડોદરા ના રામભક્ત રમણભાઈ પાટણવાડીયા નું આસ્થા ટ્રેનમાં મૃત્યુ નિપજ્યું છે. તેમના નિધનથી આસ્થા ટ્રેનમાં સવાર અન્ય ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.