દુઃખદ ઘટના : સુરતમાં રોગચાળો વકરતાં ચાર વર્ષની બાળકીનું કરુણ મોત
રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. તેના રોગચાળામાં વધારો થયો છે. એવામાં આજે સુરત શહેરથી એક દુઃખદ ઘટના સામે આવી છે. સુરત શહેરમાં ઝાડા-ઉલટી થતા મોતને ભેટયું હોવાના સમાચાર સામે આવ્યા છે. સુરતના સચિન વિસ્તારમાં રહેનાર પરિવારના એક માસૂમ બાળક નું ઝાડા-ઉલટી લીધે મૃત્યુ નીપજ્યું છે. બાળકી એક જ દિવસથી બીમાર રહેલી હતી. તેની સાથે તેને કોઈ ગંભીર બીમારી ના હોવાની પણ જાણકારી સામે આવી છે. જ્યારે બાળકીના મૃત્યુથી પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.
જાણકારી મુજબ, સચિનમાં ઝાડા ઉલટી બાદ ચાર વર્ષીય બાળકીનું કરુણ મોત નીપજ્યું છે. ભૂમિ યાદવ નામની ચાર વર્ષીય બાળકીને ઝાડા ઉલટી થતાં ખાનગી દવાખાનામાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. તબીબ દ્વારા દવા આપી બાળકીને ઘરે મોકલી દેવામાં આવી હતી. એવામાં એક દિવસમાં જ ઝાડા ઉલટી બાદ બાળકી નું કરુણ મોત નીપજ્યું છે. જ્યારે બાળકી ને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી રહેલી નહોતી.
નોંધનીય છે કે, બાળકીનું અચાનક ઝાડા ઉલટીના લીધે મોત થતા પરિવાજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સચીન પોલીસ દ્વારા બાળકી નાં મુતદેહ ને પીએમ અર્થે મોકલી આ મામલામાં વધુમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બાબતમાં પરિવાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, ભૂમિને કોઈ બીમારી નહોતી. અચાનક તેનું મૃત્યુ થતા અમે તેના મોતને સમજી શકતા નથી.