AhmedabadGujarat

કેનેડાથી સામે આવ્યા દુઃખદ સમાચાર, મિત્ર જેના માટે ફંડ એકઠું કરી રહ્યો હતો તે સોનાલીએ દુનિયાને કહી દીધું અલવિદા..

કેનાડાથી એક દુઃખદ ઘટના સામે આવી છે. સોનાલી હઠીસિંહ અવસાન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર તેમના નજીકના મિત્ર દ્વારા આપવામાં આવ્યા છે. સોનાલીના મિત્ર દ્વારા થોડા દિવસ પહેલા એક પોસ્ટ શેર કરવામાં આવી છે અને સોનાલીના પરિવારને મદદ કરવા માટે ફંડ પણ એકઠું કરવાનું શરુ કરી દીધું છે. જયારે અત્યાર સુધીમાં 20 હજાર ડોલર જેટલું ફંડ ભેગું કરવામાં આવ્યું છે.

સોનાલીના મિત્ર રવિ દ્વારા કહેવામાં આવ્યું છે કે, મારું નામ રવિ દવે છે અને હું મારી નજીકની મિત્ર (બહેન) સોનાલી હઠીસિંહ ચાવડા માટે ભંડોળ એકઠું કરી રહ્યો છું. તેને 10 મી એપ્રિલથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તે કેન્સરના છેલ્લા તબક્કામાં હોવાનું નિદાન ચાલી રહ્યું હતુ અને તે તેના અંતિમ શ્વાસો ગણી રહી હતી. તેના માતા-પિતા આપાત સ્થિતિમાં તેને જોવા અને સમર્થન આપવા માટે ઘરેથી પરત ચાલ્યા ગયા છે.

આ પણ વાંચો: મકર રાશિમાં પ્લુટોનું ગોચર: આ રાશિના જાતકોને થશે મોટો ફાયદો, કિસ્મતમાં ચાર ચાંદ લાગશે

જ્યારે હું તેના માતા-પિતા અને સમગ્ર પરિવાર વતી દરેક લોકોને વિનંતી કરું છું કે, તમારાથી થાય તેટલી મદદ કરો. સોનાલી એક ખૂબ જ આશાસ્પદ વ્યક્તિ રહેલ હતી જે કેનેડા આવેલ હતી. આપણામાંથી મોટાભાગના લોકો જીવનમાં સફળતા મેળવવા અને તેના માતા-પિતાને ગૌરવ અપાવવા આવતા હોય છે અને તે પણ એ જ આશાએ અહીં આવી હતી. જયાએ કેનેડામાં અભ્યાસ પૂર્ણ કર્યો અને તેને વર્ક પરમિટ પણ મળી ગઈ હતી.

આ પણ વાંચો:સોનાના ભાવમાં ભૂકંપ, એકાએક ઉછાળા સાથે સોનાના ભાવ અત્યારસુધીના રેકોર્ડબ્રેક સ્તરે

પ્રાપ્ત માહિતી મુજબ, સોનાલીએ થોડા અઠવાડિયા અગાઉ પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને તેને સારવાર માટે હોસ્પીટલમાં લઇ જવામાં આવી હતી. એવામાં તેમના મિત્ર દ્વારા સોનાલીના પરિવારને ટેકો આપવા માટે ભંડોળ એકઠું કરી રહ્યા હતા. જ્યારે હવે સમાચાર સામે આવ્યા છે સોનાલીએ દુનિયાને કાઈમ માટે અલવિદા કહી દીધું છે.