GujaratMadhya Gujarat

ડાકોર પૂનમના મેળામાં સામે આવ્યા દુ:ખદ સમાચાર : એસઆરપી જવાનનું અચાનક હૃદયરોગના હુમલાથી કરુણ મોત

ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને લઈને અવારનવાર ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે આવી જ એક બાબતમાં ડાકોરથી સામે આવ્યો છે. યાત્રાધામ ડાકોર ખાતે આજે હોળી પૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી હતી. તેને લઈને ડાકોર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યું છે. તેમ છતાં ડાકોરના લોકમેળામાં બંદોબસ્તમાં આવેલ એક એસઆરપી જવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું હોવાની બાબત સામે આવી છે. તેના લીધે સમગ્ર પંથકમાં શોકનું મોંજુ ફરી વળ્યું હતું.

તમને જણાવી દઈએ કે, ડાકોર ખાતે યોજાયેલ ફાગણી પૂનમના લોકમેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યું છે. તેના લીધે પોલીસકર્મીઓ સહિત એસઆરપીની ટુકડીઓ અહીં રહેલ છે. તેની સાથે લોકોની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

એવામાં આજે સવારના ૮-૩૦ ની આજુબાજુ એસઆરપીમાં ફરજ બજાવનાર અને હાલ ફાગણી પૂનમના બંદોબસ્તમાં ડાકોર ખાતે આવેલ ૪૦ વર્ષીય રામજીભાઈ પરમારને ઓફિસ વર્ક કરતા સમયે અચાનક છાતીમાં દુઃખાવો થયો હતો. તેના લીધે સહકર્મીઓ દ્વારા તેમને એમ્બ્યુલન્સ મારફતે ડાકોરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તે દરમિયાન ફરજ પર રહેલા તબીબ દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

તેની સાથે તમને જણાવી દઈએ કે, જો કોઈને હાર્ટ એટેક આવે તો તે દર્દીને તાત્કાલિક CPR આપવું જોઈએ. આ ટ્રીકનો ઉપયોગ કરીને દર્દીની જિંદગી ઘણી હદ સુધી બચાવી શકાય છે. CPR એટલે કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન. આ પણ એક પ્રકારની પ્રાથમિક સારવાર એટલે કે પ્રાથમિક સારવાર છે. જ્યારે પીડિતને શ્વાસ લેવાનું બંધ થઈ ગયું હોય અથવા હાર્ટ એટેક આવ્યો હોય ત્યારે આ ટેકનિકનો ઉપયોગ કરીને તેનો જીવ બચાવી શકાય છે.તેના દ્વારા દર્દીમાં લોહી અને ઓક્સિજનનો પુરવઠો ફરી શરૂ થાય છે.

ડોકટરોના જણાવ્યા મુજબ, જ્યારે પણ કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે છે, ત્યારે તેને જમીન પર સીધો સુવડાવો અને પછી ઘૂંટણ પર તેની પાસે બેસો. આ પછી બંને હાથની હથેળીઓને એકસાથે જોડો અને પીડિતની છાતીને જોરથી દબાવવાનું શરૂ કરો. લગભગ 100-120/મિનિટના દરે છાતીને દબાવીને રક્ત અને ઓક્સિજનનો પુરવઠો ફરી શરૂ થવાની સંભાવના છે.

CPR આપવાથી દર્દીનું જીવન બચે છે પરંતુ જોખમ રહે છે. તેથી, સીપીઆર પછી તરત જ, દર્દીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરો. જેથી એન્જીયોગ્રાફી કરી વધુ સારવાર શરૂ કરી શકાય. ઘણી વખત દર્દીની નસો બ્લોક થઈ જાય છે, તેવા કિસ્સામાં તાત્કાલિક સર્જરીની જરૂર પડે છે.