ખુબ જ અઘરી પ્રક્રિયા હોય છે મહિલા નાગા સાધ્વી બનવું, જાણો શું હોય છે આખી પ્રક્રિયા.
આપણો દેશ એક આધ્યાત્મિક દેશ છે. એટલે અહીંયા લોકો પણ ખુબ અધ્યાત્મ સાથે જોડાયેલ છે. અહીંયા ઘણા બધા અલગ અલગ સાધુ સંત જોવા મળે છે. તેમાંથી એક હોય છે નાગા સાધુ. નાગા સાધુ આજીવન નગ્ન રહે છે. પણ તમને ખબર છે નાગા સાધુની જેમ મહિલા નાગા સાધ્વી પણ હોય છે. તેમનું જીવન સંપૂર્ણ રીતે ઈશ્વરને સમર્પિત હોય છે. તેમના દિવસની શરૂઆત પૂજા પાઠ સાથે જ થાય છે. જયારે એક મહિલા નાગા સાધુ બને છે તો બધા સાદું અને સાધ્વીઓ તેમને માતા કહીને બોલાવે છે. મહિલા નાગા સાધુને પોતાના કપાળ પર એક તિલક લગાવવું પડતું હોય છે. એવામાં તેમને એકજ કપડું પહેરવા માટેની પરમિશન હોય છે. આ કેસરી રંગનું હોય છે.
તમને જણાવી દઈએ કે નાગા સાધુ બનતા પહેલા કોઈપણ મહિલા માટે 6 થી 12 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે. જ્યારે સ્ત્રી આ બધું કરવામાં સફળ થાય છે. પછી તેના ગુરુ તેને નાગા સાધુ બનવાની પરવાનગી આપે છે. કોઈપણ મહિલાને નાગા સાધુ બનાવતા પહેલા તેના જીવનના પાછલા જીવનની માહિતી મેળવવામાં આવે છે. આના પરથી એ નક્કી થાય છે કે તે સંપૂર્ણ રીતે ભગવાનને સમર્પિત છે કે નહીં અને તે નાગા સાધુ બનીને મુશ્કેલ સાધના પૂરી કરી શકશે કે કેમ.
એક મહિલાએ નાગા સાધુ બનતી વખતે સાબિત કરવું પડે છે કે તે સંપૂર્ણપણે ભગવાનને સમર્પિત છે. તે જ સમયે, તેને આ સંસારના કોઈપણ સાંસારિક સુખ સાથે કોઈ લગાવ નથી. આટલું જ નહીં, નાગા સાધુ બનતા પહેલા કોઈપણ મહિલાએ પોતાનું પિંડ દાન કરવું પડે છે. જેથી તે પોતાના પાછલા જીવનને પાછળ છોડીને આગળ વધી શકે.
તમને જણાવી દઈએ કે મહિલાઓને સન્યાસી બનાવવાની પ્રક્રિયા અખાડાના સર્વોચ્ચ પદાધિકારી આચાર્ય મહામંડલેશ્વર દ્વારા પુરી કરવામાં આવે છે. મહિલા નાગા સાધુ બનાવવા દરમિયાન મહિલાને પોતાના વૅલ સંપૂર્ણ રીતે ઉખાડવા પડતા હોય છે પછી તે નદીમાં પવિત્ર સ્નાન કરે છે. આ પ્રક્રિયા એ સાધારણ મેળામાંથી નાગા સાધુ બનવા સુધીની પ્રક્રિયાનો પહેલો પડાવ હોય છે. મહિલા અને પુરુષ નાગા સાધુઓ વચ્ચે સૌથી મોટો અંતર એ હોય છે કે પૂરું નાગા સાધુ તરીકે સંપૂર્ણ નગ્ન હોય છે જયારે મહિલા નાગા સાધુ પોતાના શરીર પે કેસરી રંગનું એક કપડું પહેરે છે.
તમને જાણકારી માટે જણાવી દઈએ કે આ મહિલાઓને કુંભના સ્નાન દરમિયાન નગ્ન સ્નાન પણ નથી કરવું પડતું. તે સ્નાન કરતી વખતે પણ આ કેસરી કપડું પહેરે છે. સ્ત્રી નાગા સાધુઓને પણ પુરુષ નાગા સાધુઓની જેમ જ સન્માન આપવામાં આવે છે. તેઓ નાગા સાધુઓ સાથે કુંભના પવિત્ર સ્નાનમાં પણ પહોંચે છે. જો કે, પુરુષોના સ્નાન પછી, તે સ્નાન કરવા નદીમાં ઉતરે છે. સ્ત્રી નાગા સાધુઓના જીવનમાં કંઈક આવું જ બને છે.