ભાઈ-ભાભીની હત્યા કરનાર નાના ભાઈને ગઈ કાલે એટ્લે કે શુક્રવારના રોજ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.મહુધા તાલુકાના અલીણા ગામે ૪ ઓગસ્ટ ૨૦૧૭ ની રાતે આ ઘટના બની હતી.જેનો ચુકાદો ૪ વર્ષ બાદ આવ્યો છે.
નાના ભાઈએ ભાઈ-ભાભીની હત્યા શા માટે કરી ? પ્રાપ્ત માહિતી અનુસાર જણાવી તો અમદાવાદના બાપુનગરમાં રહેતા વિકી ભરત પટણીએ પોતાની જ કૌટુંબિક ફોઈ ટ્વિંકલ નામની છોકરી સાથે પ્રેમ થતા બંનેએ પ્રેમલગ્ન કર્યા હતા,આ કારણે યુવતીના પરિવારમાં દરરોજ ઝગડા થતા હતા.અંતે ભરતભાઇને એ ઘર છોડી પત્ની ટ્વિંકલ સાથે મહુધા તાલુકાના અલીણા ગામે ભાડે રહેવા લાગ્યા હતા.
જેથી વિકીનો નાનો ભાઈ વિપુલ પટણી કંટાળી ગયો હતો,અંતે તેને ભાઈ-ભાભીની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું,અને સગા ભાઈ-ભાભીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.જો કે,પોલીસે ૨૪ કલાકમાં ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસની કડક પૂછપરછ દરમિયાન નાના ભાઇએ હત્યાની કબૂલાત કરી હતી.
આરોપી વિપુલ પટણીને પોતાના સગા ભાઈ-ભાભીની હત્યાના ગુનામાં IPC ૩૦૨ મુજબ ફાંસીની સજા તથા ૫૦ હજાર દંડ, IPC ૩૨૮ ના ગુનામાં ૧૦ વર્ષની કેદની સજા અને ૫૦ હજાર દંડ,સાથે ભાભી ટ્વિંકલના પિતાને વળતર પેટે ૪ લાખ આપવા આદેશ કર્યો છે.જેમાં કોર્ટે રેરેસ્ટ ઓફ ધી રેરનો ગુનો ગણી આરોપી વિપુલ પટણીને ફાંસીની સજા આપી ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.