CrimeDelhiIndiaNews

સાક્ષી હત્યા કેસ: સાક્ષીના હાથમાં પ્રવીણ નામનું ટેટૂ, પહેલા બોયફ્રેન્ડ પ્રવીણ સાથે બ્રેકઅપ બાદ સાહિલની નજીક આવી અને પછી સાહિલથી દૂર થતાં સાહિલે કરી હત્યા

રાજધાની દિલ્હીમાં સાક્ષી હત્યા કેસમાં અત્યાર સુધીમાં ઘણા મહત્વના ખુલાસા થયા છે. યુવતીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આવી ગયો છે. જેમાં શરીર પર છરીના 16 ઘા મળી આવ્યા છે, જેમાં 6 ઘા ગળા પર અને 10 ઘા પેટ પર છે. આ સાથે જ હત્યાકાંડ પહેલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

શાહબાદ વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે એક યુવકે સગીર છોકરી સાક્ષીની ચાકુ મારીને હત્યા કરી હતી. પોલીસે તેની ધરપકડ કરી છે.યુવકનું નામ સાહિલ છે. અંકિતાના હત્યારા સાહિલની દિલ્હી પોલીસે બુલંદશહેરના પહાસુ પોલીસ સ્ટેશન વિસ્તારના અટેર્ના ગામમાંથી ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સાહિલે હત્યા કર્યા બાદ પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો. જે બાદ તે બસ દ્વારા બુલંદશહરમાં તેની માસીના ઘરે ગયો હતો.

આ જઘન્ય હત્યા બાદ પોલીસે સક્રિયતા દાખવી હતી અને પૂછપરછ બાદ પોલીસને સાહિલનું લોકેશન મળ્યું હતું. જ્યારે સાહિલે સાક્ષીને રોકીને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સાક્ષીએ તેની પાસે રમકડાની પિસ્તોલ હોવાનું બતાવીને સાહિલને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પછી સાહિલે તેને છરીના ઘા મારીને હત્યા કરી હતી. ત્યારબાદ ભારે પથ્થર વડે તેનું માથું કચડી નાખ્યું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સાક્ષીના હાથ પર પ્રવીણ નામનું ટેટૂ પણ હતું. પ્રવીણ સાહિલ અને સાક્ષીનો મિત્ર રહ્યો છે. જેના કારણે સાક્ષી અને સાહિલ વચ્ચે ઝઘડો થયો હતો.સાક્ષી અને સાહિલ છેલ્લા 3 વર્ષથી સારા મિત્રો હતા. સાક્ષી હવે સાહિલથી અલગ થવા માંગતી હતી. પણ સાહિલ આ વાતથી ગુસ્સે હતો. શનિવારે બંને વચ્ચે મારામારી પણ થઈ હતી. જેમાં સાક્ષીએ સાહિલને પોલીસ ફરિયાદ કરવાની ધમકી પણ આપી હતી. આ કારણે સાહિલને સાક્ષી પર ગુસ્સો આવતો હતો.

સાક્ષીની હત્યા બાદ સાહિલ ઘટના બાદ તેની કાકી શમીમ ઉર્ફે શમ્મોના ઘરે સંતાઈ ગયો હતો. દિલ્હીના ઈન્સ્પેક્ટર પ્રવીણ અને ઘનશ્યામ મીણાએ પહાસુ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો હતો. સાંજે 5:15 વાગ્યે, સાહિલના પિતા સરફરાઝને પહાસુ પોલીસ સ્ટેશનમાં દિલ્હી પોલીસની ટીમ બુલંદશહર લઈ ગઈ હતી, ત્યારબાદ સાહિલની ધરપકડ કરવામાં આવી હતી.