Bollywood

સારાની અતરંગી ફિલ્મ જોઈને સૈફ અલી ખાન અને અમૃતાની હાલત થઇ જોવા જેવી, અડધી રાત્રે દીકરીને કર્યો કોલ

બોલીવુડમાં પોતાની એક ખાસ ઓળખાણ બનાવનાર અભિનેત્રી સારા અલી ખાન હમણાં પોતાની ફિલ્મ ‘અતરંગી-રે’ને લઈને ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની+હોટસ્ટાર પર રિલીઝ થઇ ગઈ છે અને આ ફિલ્મને ખુબ પસંદ કરવામાં આવી રહી છે. આટલું જ નહિ પણ સારા અલી ખાનની આ ફિલ્મ એ એક અનોખો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે અતરંગી-રે ઓટીટી પ્લેટફોર્મની સૌથી વધુ જોવાવાળી ફિલ્મ બની ગઈ છે.

આ ફિલ્મમાં સારા અલી ખાન સાથે જાણીતા અભિનેતા અક્ષય કુમાર અને ધનુષ મુખ્ય ભૂમિકામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સારા અલી ખાનની ફિલ્મ અતરંગી રે તેના માતા-પિતા એટલે કે અભિનેત્રી અમૃતા સિંહ અને સૈફ અલી ખાને પણ જોઈ છે. ફિલ્મ જોયા બાદ માતા અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની પ્રતિક્રિયા કેવી હતી? આ વાતનો ખુલાસો ખુદ સારા અલી ખાને કર્યો છે. સારા અલી ખાને જણાવ્યું કે જ્યારે તેના માતા-પિતાએ ફિલ્મ અતરંગીમાં રિંકુ બનેલી સારાને જોઈ તો તેની આંખોમાંથી આંસુ આવી ગયા.

સારા અલી ખાન કહે છે કે, ‘મને લાગે છે કે મા બહુ ઈમોશનલ છે અને હંમેશા રહેશે. મારા પિતા એક ખુબ મજબૂત જેન્ટલમેન છે. મને ખબર છે કે મેં મારા માતા અને પિતા બંનેને રડાવ્યા છે. આ સક્સેસની ફીલિંગનો અનુભવ કરવું અજબ છે જયારે તમારા માતા પિતા તમારી ઉપર ગર્વ કરતા હોય છે.’

સારાએ વધુમાં જણાવ્યું કે, અબ્બા સૈફ અલી ખાને જેવી તેની ફિલ્મ ‘અતરંગી રે’ જોઈ, તેણે તરત જ સારાને ફોન કર્યો. અડધી રાત હતી જ્યારે સૈફે સારાને ફોન કર્યો અને તે ઊંઘી રહી હતી. સવારે ઉઠ્યા પછી સારાએ ફોનમાં તેના પિતાનો મિસ કોલ જોયો અને તરત જ તેને ફોન કર્યો. સારાએ કહ્યું કે, સૈફે તેના જોરદાર વખાણ કર્યા અને તે દરમિયાન તેની આંખોમાંથી આંસુ પણ વહી ગયા. ‘અતરંગી રે’ જોઈને સૈફ અલી ખાન પોતાને રોકી શક્યો નહીં. સારાએ પોતાના ભાઈ ઇબ્રાહિમ ખાનને લઈને કહ્યું હતું કે, ‘અમે એક-બીજા સાથે મજાક કરતા રહીએ છે. કોલેજથી હજી સુધી હું તેમની ગોલુ-મોલુ બહેન રહી છું. પણ ઇબ્રાહિમ કહે છે કે તેમને મારી ઉપર ગર્વ છે કે હું તેમની બહેન છું. એટલે મને બહુ ખુશી થઇ રહી છે.’

તમને જણાવી દઈએ કે, સારા અલી ખાનની આ ફિલ્મ પ્રખ્યાત નિર્દેશક આનંદ એલ રોયે ડિરેક્ટ કરી છે. આ પહેલા તેણે ફિલ્મ ‘ઝીરો’ પણ ડિરેક્ટ કરી હતી. જોકે તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. સારા અલી ખાનની આગામી ફિલ્મની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ ફિલ્મ ‘લુકા છુપી-2’માં જોવા મળશે. આ ફિલ્મમાં સારા અલી ખાન સાથે અભિનેતા વિકી કૌશલ જોવા મળશે.

તમને જણાવી દઈએ કે, સારા અલી ખાને ફિલ્મ ‘કેદારનાથ’ દ્વારા પોતાના અભિનયની શરૂઆત કરી હતી. સારા ભલે તેની પહેલી ફિલ્મથી મોટા પડદા પર કંઈ ખાસ કરી શકી ન હતી, પરંતુ તેની એક્ટિંગને પસંદ કરવામાં આવી હતી. આ પછી તેણે અભિનેતા રણવીર સિંહ સાથે ફિલ્મ ‘સિમ્બા’માં કામ કર્યું, જે તમામ દર્શકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી. આ ફિલ્મ પછી તે ‘લવ આજ કલ-2’ અને ‘કુલી નંબર વન’માં જોવા મળી હતી. હવે સારા પાસે ફિલ્મોની ભરમાર છે.