GandhinagarGujarat

ગાંધીનગરના લીહાડા ગામમાં ખુલ્લેઆમ થઇ રહ્યું છે દારૂનું વેચાણ, સરપંચનો આક્ષેપ

ગાંધીનગરના લિહોડા ગામમાં દેશીદારૂનો કહેર જોવા મળ્યો છે. લિહોડા ગામમાં દેશી દારૂના લીધે બે લોકો કરુણ મૃત્યુ નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય સારવાર હેઠળ રહેલા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલાની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં એવામાં આ બધાની વચ્ચે લીહોડા ગામના સરપંચ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. જ્યારે લીહોડા ગામમાં ઝેરી દારૂ પીવાથી બે લોકોના મોત મામલે બે સેમ્પલમાં FSL ને મિથાઈલ એલ્કોહોલ મળ્યું ન હોવાનું SP દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.

લીહોડા ગામના સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગામમાં ખુલ્લેઆમ દારૂ વેંચાઈ રહ્યો છે. આ સાથે લીહોડા ગામના સરપંચ માનસિંહ ઝાલા દ્વારા પોલીસ પર આક્ષેપ કરતા જણાવવામાં આવ્યું છે કે, બીટ જમાદાર ખુલ્લેઆમ હપ્તા લે છે. જ્યારે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આ સાથે વર્ષો પસાર થયા હોવા છતાં બીટ જમાદારની બદલી પણ કરવામાં આવી નથી.

તેની સાથે સમગ્ર ઘટનાને લઈને SP દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે કે, તેમને જણાવ્યું છે કે, દહેગામના લીહોડા ગામમાં ઝેરી દારૂ પીવાથી 2 લોકોના મૃત્યુ નીપજ્યા છે. જેમાં 2 સેમ્પલમાં FSL ને મિથાઈલ એલ્કોહોલ મળેલ નથી અને ફર્ધર રિપોર્ટ માટે અન્ય લોકોના સેમ્પલ મોકલવામાં આવ્યા છે. આ સાથે જ તેમણે જણાવ્યું છે કે, ખાલી પેટમાં દારૂ પીવાના લીધે હાઈપોગ્લોસેમિયાનું કારણ બન્યું હોઈ શકે છે. SP દ્વારા કહેવામાં આવ્યું છે કે, પોલીસ દ્વારા ચાર કેસ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તેની સાથે જો સ્થાનિક PI ની ભૂલ હશે તેના સામે જરૂરી પગલા ભરવામાં આવશે.

જાણકારી મુજબ, ઉત્તરાયણના દિવસે ગાંધીનગરના લિહોડામાં દેશી દારૂ પીવાના લીધે બે લોકોના મોત થયા છે. જ્યારે દેશી દારુના સાત લોકો અસરગ્રસ્ત થતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. તેમાં પણ જાણકારી સામે આવી છે કે, સારવાર હેઠળ રહેલા લોકોમાંથી ત્રણ લોકોની હાલત ગંભીર રહેલ છે.

વધુમાં તમને જણાવી દઈએ કે, કાનાજી ઉમેદજી ઝાલા અને વિક્રમસિંહ રગતસિંહ નામના વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે કાલાજી ઠાકોર, ચેહરજી ઝાલા, મગરસિંહ ઝાલા, વિનોદ ઠાકોર, વિક્રમ પ્રતાપસિંહ, બળવત સિંહ ઝાલા અને રાજુ સિંહ ઝાલા સારવાર હેઠળ રહેલા છે.