GujaratMadhya Gujarat

વડોદરા: સસ્તા ભાવે સોનુ આપવાનું કહીને વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવ્યા

લાલચ બુરી બલા હૈ આ વાક્ય દરેક લોકો જાણે છે અને સમજે પણ છે. તેમ છતાં ઘણા લોકો લાલચમાં આવ્યા બાદ તેઓ ભારે પસતાવો પણ કરતા હોય છે. આવી જ કંઈક ઘટના વડોદરા શહેરમાં સામે આવી છે. દિલ્હીના એક વેપારીને સસ્તી કિંમતમાં સોનું આપવાની લાલચ આપીને તેની પસેથી 72 લાખ રૂપિયા પડાવી લેવાના કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સહ આરોપીને ભુજથી ઝડપી લીધા છે. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે આરોપી અલીમહંમદ ઉર્ફે હાજી નુરમહંમદ સોઢાની ધરપકડ કરી લીધી હતી. હાલ આરોપીનો કોવિડ ટેસ્ટ કરીને આરોપી અને તેના સહ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના સુરેશભાઇ રામજશ સિંગાનીયા નામના એક વેપારીએ વડોદરા ખાતે ફરિયાદ પોતાની સાથે બનેલ ઘટનાને લઈને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, અકોટા સબરજીસ્ટાર કચેરીની પાછળની બાજુમાં અલીમહંમદ ઉર્ફે હાજી તેનજર તેના સહઆરોપી ઇલિયાસ ઉર્ફે વીક્કી સીરાજખાન પઠાણે ઓફિસ ભાડે રાખી હતી. ઇલિયાસે પોતાની ઓળખ તરીકે વિક્કી નામ આપ્યું હતું. 30 તારીખના રોજ તેઓ દિલ્હીથી વડોદરા ખાતે પહોંચ્યા હતા. ત્યારે તેમને સસ્તી કિંમતમાં સોનું આપવાની લાલચ આપતા વેપારી દિલ્હીથી દોડી આવ્યો હતો. સુરેશભાઇને ઇલિયાસ ઉર્ફે વિક્કી દ્વારા વિશ્વાસમાં લેવા માટે અગાઉ 100 ગ્રામ જેટલું સોનું આપ્યુ હતું અને બાદમાં પૈસા આપવાનું કહીને વિશ્વાસ વધારવાનો શરૂ કર્યો હતો.

નોંધનીય છે કે, સુરેશભાઇને સસ્તી કિંમતમાં સોનું આપવા માટે અવારનવાર દિલ્હીથી વડોદરા ખાતે બોલાવતા હતાં તેમજ તેમની હોટલમાં રહેવાની વ્યવસ્થા પણ આરોપીઓ કરાવી આપતા હતા. જો કે આ સમય દરમિયાન સુરેશભાઇ જોડેથી બે આંગડિયા મારફતે પૈસા મંગાવી સોનાની ડિલિવરી દિલ્હી ખાતે ડિલિવરી મળી જશે તેમ જાણ કરી હતી.

જો કે વેપારીને સોનાની ડિલિવરી ના મળતા વેપારીએ ઈલિયાસને ફોન કર્યો હતો. ત્યારે આરોપીઓએ વેપારી પાસેથી બીજા 42 લાખ રૂપિયા પડાવ્યા હતા. જો કે, સોનું ના મળતા સુરેશભાઈ સતત ફોન પર ફોન કરતા હતા. ત્યારે ઇલિયાસે સુરેશભાઇને કચ્છના માંડવી ખાતે કોઈ હાજી નામના વ્યક્તિ જોડેથી પૈસા લઇ લેવા જણાવ્યું હતું અને આ માટે તેમને કચ્છ પણ બોલાવવામાં આવ્યા હતાં.

તમને જણાવી દઈએ કે, સુરેશભાઈ જ્યારે કચ્છ પહોંચ્યા ત્યારે ત્યાં હાજી ઉર્ફે અલીમહંમદ તેમજ તેના માણસો સલીમ અને જયેશે સુરેશભાઇને એરગન જેવા હથિયારોથી ડરાવવાની ધમકી આપી હતી. ત્યારબાદ સુરેશભાઇને બંધક બનાવીને આરીપીઓએ બીજા આંગડિયા દ્વારા 30 લાખ રૂપિયા મંગાવ્યા હતા. આમ સસ્તા સોનાની લાલચ આપીને વેપારી પાસેથી આરોપીઓ 70 લાખ રૂપિયા પડાવ્યા હતા.

નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે લીંબડી-રાજકોટ હાઇવે પર પોલીસવાનને નડ્યો અકસ્માત વાસ્તુના આ ઉપાયોથી મળશે દેવાના બોજમાંથી મુક્તિ ગુજરાતના ધારાસભ્યો માટે બની રહ્યા છે લક્ઝુરિયસ ફ્લેટ રાજદીપસિંહ સહિત 3 લોકોના આગોતરા જામીન રદ