GujaratIndia

આઇપીએલ હરાજી: સૌરાષ્ટ્રના આ બે ખેલાડીઓ IPL માં મચાવશે ધમાલ

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 માટેની હરાજી ગઈકાલ થઈ હતી. આ હરાજીમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સાથે જોડાયેલા બે ખેલાડીઓ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 માં રમતા જોવા મળશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા જયદેવ ઉનડકટ લખનઉ સુપર જાયન્ટની ટીમમાંથી રમતા જોવા મળશે. જ્યારે કે આઇપીએલમાં પ્રથમ વખત જેમની ખરીદી છે તેવા સમર્થ વ્યાસ સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા જોવા મળશે.

ઇન્ડિયન પ્રીમિયર લીગના હરાજીમાં સૌરાષ્ટ્રના બે ખેલાડીઓને જુદી જુદી ટીમે ખરીદ્યા છે. જેમાં જયદેવ ઉનડકટને ફ્રેન્ચાઇસી દ્વારા તેના બેઝ પ્રાઇઝમાં એટલે કે રૂપિયા 50 લાખમા લખનઉ સુપર જાયન્ટ દ્વારા ખરીદવામાં આવ્યા છે. નોધનીય છે કે, વર્ષ 2010 માં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં જયદેવ ઉનડકટે પોતાનું ડેબ્યૂ કરવામાં આવ્યું હતું.

દિલ્હી કેપિટલ તરફથી રમતા તેણે IPL માં ડેબ્યુ કર્યું હતું. ત્યારથી લઈને આજ દિવસ સુધી તે જુદી જુદી પાંચ ટીમના સભ્ય તરીકે રમી ચુક્યો છે. લખનઉ સિવાય જયદેવ કોલકત્તા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, રાઈઝીંગ પુણે ટીમ તરફથી પણ રમી ચુક્યો છે. જયદેવ ઉનડકટે IPLમાં 91 મેચની અંદર 91 વિકેટ લીધી છે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા તેમજ સૌરાષ્ટ્રના રણજી ખેલાડી સમર્થ વ્યાસને રૂપિયા 20 લાખમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ દ્વારા સામેલ કરવામાં આવ્યા છે. સમર્થ વ્યાસ વર્ષ 2015 થી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સાથે જોડાયેલ છે. અત્યાર સુધી રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી તેમજ મુસ્તાક અલી ટી-20 ટ્રોફીમાં તેમનું યોગદાન શાનદાર રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને ટી-20 મેચમાં તેનો સ્ટ્રાઈક રેટ 150 થી પણ ઉપરનું રહેલું છે. તેની સાથે તે ઓલ્ડ રાઉન્ડર ખેલાડી પણ રહેલ છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે