પેપર ફૂટતા રોકવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ શરુ કરી અનોખી પહેલ
પેપર ફૂટવાનો મામલો છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. એવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પેપર ફૂટતા રોકવા માટે અનોખો પ્રયોગ શરુ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેની સાથે પ્રશ્નપત્ર પર કોડ છાપનારી પ્રથમ યુનિવર્સિટી બની જશે.
તેની સાથે પેપર ફૂટતા રોકવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અનોખી પહેલ શરુ કરવામાં આવી છે. જે અંતર્ગત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોને વાહનના નંબર જેવા કોડ આપી દેવામાં આવ્યા છે. દરેક કોલેજોને ત્રણ આલ્ફાબેટ અને 5 આંકડાનો નંબર આપી દેવામાં આવ્યો છે. હવે આ કોડ જે તે કોલેજની ઓળખ બનશે અને યુનિવર્સિટી જે કોલેજને પરીક્ષાના પ્રશ્નપત્ર મોકલશે તે કોલેજના પ્રશ્નપત્રમાં પણ જે-તે કોલેજનો આ નવો જનરેટ કરેલો કોડ છપાશે. તેના લીધે જો કોઈ પેપર લીક થઈ જાય તો આ કોડ દ્વારા ગણતરીની સેકન્ડમાં જ જાણી શકાશે કે કઈ કોલેજમાંથી પેપર લીક કરી દેવામાં આવ્યું હતું.
તેની સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પોતાની સાથે જોડાયેલી તમામ કોલેજોને કોડ આપવામાં આવ્યા છે. અંદાજીત 280 જેટલી કોલેજ અને યુનિવર્સિટી કેમ્પસમા આવેલ 29 જેટલા ભવનને કોડ અપાયો છે. આ કોડ આધારે પરીક્ષા લેવાશે. તેની સાથે બીજો મોટો નિર્ણય એ પણ લેવામાં આવ્યો કે, હવે પેપર સેટર પ્રશ્નપત્ર સીધું જ પ્રિન્ટિંગ પ્રેસને મોકલી દેવાશે.
તમને જણાવી દઈએ, કોલેજના જિલ્લાના પ્રથમ 3 આલ્ફાબેટ, ત્યાર બાદ બે આંકડાઓનો કોલેજ કોડ લખવામાં આવશે. પછી ત્રણ આંકડાનો સિરિયલ નંબર લખીને કોડ બનાવવામાં આવશે.