India

દુશ્મન કરતા પણ ખરાબ નીકળી આ દીકરીની સાવકી માતા… ઢોર માર્યો અને પતિને કહ્યું વેચી દયો તેને

કહેવાય છે કે માં જેવું કોઈ ન થઈ શકે. કોઈપણ સ્ત્રી હોય તે માતા બને એટલે તેના દિલમાં પ્રેમ ભરપૂર હોય છે. સોશિયલ મીડિયા પર એવા વિડીયો પણ જોવા મળે છે જેમાં પ્રાણી પણ એકબીજા પ્રાણીના બચ્ચાને પોતાના દૂધ પીવડાવે છે. તેવામાં કળિયુગમાં એક એવી માતાની કલંકિત ઘટના સામે આવી છે જે માનવતાને શરમાવે.

આ ઘટના ઉત્તર પ્રદેશના સહારનપુરમાં બની છે અહીં મુસાફરાબાદમાં એક નાનકડું ગામ આવેલું છે જેમાં એક વ્યક્તિ પોતાની પાંચ વર્ષની દીકરી સાથે રહેતો હતો. તેની પત્ની નું મોત ત્રણ વર્ષ પહેલાં થયું હતું ત્યાર પછી તેણે દીકરી માટે બીજા લગ્ન કર્યા.તેને હતું કે નાનકડી દીકરીને બીજીમાં મળશે અને પ્રેમ આપશે પરંતુ દીકરીના નસીબમાં માતાનો પ્રેમ નહીં હોય તેમ તેની બીજી માતા દુશ્મન કરતા પણ ખરાબ નીકળી.

પાંચ વર્ષની નાનકડી દીકરીને સાવકી માતા ત્રાસ આપતી હતી. શરૂઆતમાં બધું બરાબર હતું પરંતુ જ્યારે તેને પોતાનો દીકરો થયો ત્યાર પછી તેણે દીકરી સાથે મારપીટ કરવાનું શરૂ કરી દીધું. તે દીકરીને લાકડીથી પણ મારતી હતી. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે તેણે તેના પતિને કહ્યું કે તે દીકરીને વેચી આવે.

જોકે દીકરી નો પિતા સમાજમાં બદનામી ન થાય તે માટે થોડા દિવસ ચૂપ રહ્યો.પરંતુ એક દિવસ તેની પત્નીએ બધી જ હદ પાર કરી દીધી જ્યારે તે કામથી ઘરે આવ્યો ત્યારે તે ની દીકરી ઉદાસ થઈને બેઠી હતી.

તેને ધ્યાનથી જોયું તો દીકરીના શરીર ઉપર નખના નિશાન હતા અને પગમાં પણ ઈજા થઈ હતી. જ્યારે પિતાએ દીકરીને પૂછ્યું તો દીકરી રોવા લાગી અને કહ્યું કે તેની માતાએ તેને લાકડાથી મારી અને શરીર ઉપર નખથી ઇજાઓ કરી. આ સમયે પિતાની ધીરજ ખૂટી ગઈ અને તેણે તુરંત જ પોલીસમાં પોતાની પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.