સુરતમાં ભારે વરસાદની આગાહીને જોતા વીર નર્મદ યુનિવર્સિટી એ લીધો મોટો નિર્ણય
સુરતમાં છેલ્લા થોડા દિવસોથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તેની સાથે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે સુરત શહેરમાં ભારે વરસાદના લીધે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. વરસાદના લીધે શહેરીજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં સુરત શહેર જિલ્લામાં ત્રણ દિવસથી ભારે વરસાદના લીધે સ્કૂલો માં રજા જાહેર કર્યા બાદ આજે નર્મદ યુનિવર્સિટી દ્વારા બુધ અને ગુરુવાર ની પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, સુરત આ અગાઉ બુધવારના એટલે આજે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. પરંતુ નર્મદ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓ ચાલી રહી હોવાથી આજે કોલેજ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમ છતાં આજે નર્મદ યુનિવર્સિટીના રજીસ્ટર આર. સી. ગઢવી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
આર. સી. ગઢવી દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્ર મુજબ, સુરતમાં હાલની અતિભારે વરસાદની પરિસ્થિતિને જોતા તારીખ 24/07/24 અને 25/07/24 ની હાલ ચાલુ તમામ પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી હતી. આ પરીક્ષા પાછળથી લેવામાં આવશે. આ બાબતમાં વિગતવાર કાર્યક્રમ પાછળથી જાહેરકરાશે. તેની સાથે વધુમાં વરસાદની પરિસ્થિતિને જોતા જે તે કોલેજ શૈક્ષણિક કાર્ય અંગે નિર્ણય લઇ શકશે અને લીધેલ નિર્ણયની અંતે જાણ કરવી પડશે.