હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત, સુરતમાં ફેશન ડિઝાઈનરનું હાર્ટ એટેકથી મૃત્યુ
છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેક ના કેસમાં આંશિક વધારો જોવા મળ્યો છે. જે એક સમયે મોટી વયના લોકો માટે ચિંતાનો વિષય હતો તે હવે બાળકો સહિત યુવાનોની ચિંતાનો પણ વિષય છે. જ્યારે આજે આવા જ સમાચાર સુરત શહેરથી સામે આવ્યા છે. સુરતમાં 30 વર્ષીય ફેશન ડિઝાઈનર યુવક રાતે સૂતા બાદ સવારે ઉઠ્યો હતો અને અને અચાનક નીચે ઢળી પડતા તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે યુવકની મોત હાર્ટ એટેકથી થઈ હોવાની શક્યતા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના પાંડેસરાના આવીરભાવ સોસાયટીમાં આ ઘટના ઘટી છે. મૂળ મહારાષ્ટ્રના 30 વર્ષીય હીરાલાલ નામદેવ પાટીલ પરિવાર સાથે સુરતમાં રહી રહ્યા હતા. તેમને પરિવારમાં પત્ની અને પાંચ વર્ષનો એક દીકરો રહેલ છે. હીરાલાલ પાટીલ સુરતની એક કંપનીમાં ફેશન ડિઝાઈનર તરીકે કામ કરી રહ્યા હતા.
જાણકારી મુજબ, ગુરુવાર સાંજના તે નોકરી બાદ ઘરે આવ્યા હતા અને પરિવાર સાથે ભોજન લઈને સુઈ ગયા હતા. એવામાં રાત્રે સુતા બાદ સવારે ઉઠ્યા, પરંતુ પથારીમાંથી ઉઠવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે ઢળી પડ્યા હતા. ત્યાર બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર લઇ જવામાં આવ્યા હતા, પરંતું તે દરમિયાન હોસ્પીટલમાં હાજર તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. એવામાં યુવકના મોતના પગલે પરિવારમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે. યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાની શક્યતા રહેલી છે. યુવકના મોતના લીધે એકના એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.